13 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે જાણી છયી કે, જે મરી ગયા છે, એના વિષે તમે જાણો, એવુ નો થાય કે, તમે બીજા લોકોની જેમ દુખી થાવ, જેઓને આ આશા નથી કે, મરયા પછી પાછા જીવતા થય જાહે.
હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.
વાલા, વિશ્વાસુ ભાઈઓ અને બહેનો આપડે ઈચ્છીએ છયી કે, તમે ઈ મુશ્કેલીયો વિષે જાણો, જે આસિયા પરદેશમાં આપડે સહન કરવુ પડયું હતું, અને આ આપણને એવું ભારે બોજ લાગ્યું, જે આપડા સહન કરવાનાં સામર્થ્યથી વધારે હતું, ન્યા હુધી કે, આપણે જીવવાની પુરી આશા છોડી દીધી હતી.
ઈ વખતે તમે મસીહ વગરના હતા. તમે પરદેશી હતા અને પરમેશ્વરનાં ગમાડેલા ઈઝરાયલ દેશના લોકોમાં તમારી ગણતરી કરવામાં આવતી નોતી. પરમેશ્વર પોતાના લોકોને આપેલાં વચનો ઉપર આધારિત કરારોમાં તમારે કોય લાગભાગ નોતો. તમે આ જગતમાં આશા રાખી અને પરમેશ્વર વગર જીવતા હતા.
અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.
જો આપડે વિશ્વાસ કરી છયી કે, ઈસુ મરણ પામ્યો ને પાછો જીવતો ઉઠયો, તો એવી જ રીતે જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, તેઓને પણ પરમેશ્વર ઈસુની હારે પાછા લય લેહે.
હે વાલાઓ, આ એક વાતને કોયદી નો ભુલતા કે, પરમેશ્વર હાટુ એક દિવસ એક હજાર વરહ બરોબર છે, અને એક હાજર વરહ એક દિવસ બરોબર છે, એના હાટુ એક દિવસ અને એક હજાર વરહ બધુય હરખું છે.