Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:11 - કોલી નવો કરાર

11 અને જેમ અમે તમને હંમજાવ્યું છે, એમ જ શાંતિથી રયો, અને બીજાના કામમા માથું નો મારવું, પણ પોતે કમાવાની કોશિશ કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:11
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારું જાવાનું અને પાછુ આવવાનું આ રીતે હશે કા આ દાખલાથી હંમજાવી હકાય છે કે, એક માણસ લાંબી યાત્રા ઉપર જાવા હાટુ પોતાનુ ઘર છોડી દેય છે. જાયા પેલા, ઈ પોતાના સેવકોને ઈ કામ બતાવે છે જે તેઓને કરવુ જોયી, જે ઘરે દરવાજા પાહે રખેવાળી કરે છે કે, ઈ એને પાછો આવવા હુધી તૈયાર રેય.


અને પાઉલ એની હારે મળી ગયો, કેમ કે ઈ એની જેવો જ પડાવ બનાવનારો હતો. ઈ હાટુ ઈ એની હારે રયને કામ કરવા લાગ્યો.


મે તમને બધુય કરીને તમને બતાવ્યું કે, આપડે કેવી રીતે મેનત કરતાં નબળાઓને મદદ કરવી જોયી, અને પરભુ ઈસુના વચનો નો સ્મરણ રાખવો જોયી, જે એણે પોતે કીધું છે કે, “લેવાથી દેવું ધન્ય છે.”


સખત મેનત કરો અને આળસુ નો બનો, આત્મિક ઉત્સાહમાં બનેલા રયો, પુરા મનથી પરભુની સેવા કરતાં રયો.


પણ મારા મનનો ઉમંગ આ છે કે, હારા હમાસારનો પરચાર એવા વિસ્તારમાં થાય, પણ જ્યાં ઈસુ મસીહના વિષે અત્યાર હુધી હાંભળવામાં આવ્યું નથી, હું ઈ ઘર બનાવનાર કડિયાના જેવો છું, જે કોય બીજાના પાયા ઉપર બાંધકામ નથી કરતો.


અને અમે પોતાના હાથોથી મેનત કરી છયી. લોકો અમારું અપમાન કરે છે અને તોય અમે એને આશીર્વાદ આપી છયી. તેઓ અમારી ઉપર જુલમ કરે છે અને અમે સહન કરી છયી.


ઈ હાટુ કે, આપણે જો દેહમાં હોયી કે, પરમેશ્વરની હારે હોયી, આપડે એને રાજી કરવા ઈચ્છી છયી.


સોરી કરનારો ફરીથી સોરી નો કરે; પણ ઈ મેનત કરે કે, તે પોતાના હાથથી કરેલા ઉપયોગી કામો દ્વારા બીજા લોકોની પણ મદદ કરી હકે, જેને કોય પરકારની જરૂર છે.


રાજાઓ હાટુ અને બધાય અધિકારીઓ હાટુ પણ પ્રાર્થના કરો, જેથી તેઓ આપડે શાંતિ અને સુરક્ષાથી રેવામાં મદદ કરે અને આપડે પરમેશ્વરનું ભજન કરી હકી અને બીજાના પ્રત્યે કાયમ હારો વ્યવહાર રાખવો.


અને એની હારોહાર ઘરે-ઘરે ફરીને આળસુ થાવાનુ શીખે છે, અને ખાલી આળસુ જ નય, પણ બીજા લોકોની વિષે અફવા ફેલાવે છે; અને બીજાના કામમા માથું મારે અને એવી વાતો કેય છે જે એને નો કેવી જોયી.


ખાલી એટલુ જ નય, તારે વિશ્વાસીઓને શીખવાડતું રેવું જોયી કે, પોતાના ધ્યાનને હારા કામ કરવા હાટુ સખત મેનત કરતુ રેવું, જેથી ઈ લોકોની જરૂરીયાતોને પુરી કરી હકે, અને ઈ એક હેતુથી હારું જીવન જીવી હકે.


તમારી સુંદરતા આ વાત ઉપર આધારિત હોવી જોયી, કે તમે ખરેખર કોણ છો, આ એક વિનમ્ર અને શાંત ગુણ છે, જો કે પરમેશ્વરની હાટુ બોવજ કિંમતી છે.


પણ હત્યા, સોરી, કપટ અને બીજાના કામમા દખલ કરવાના કારણે તમારામાથી કોય દુખ ભોગવે નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ