Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 3:13 - કોલી નવો કરાર

13 અને પરભુ ઈસુ મસીહ તમારા મનોને એવી રીતે મજબુત કરે કે, જઈ ઈ આપડા બધાય પવિત્ર લોકોની હારે પાછા આયશે, તો તેઓ પોતાના પરમેશ્વર બાપની હામે પવિત્રતામાં નિરદોષ ઠરશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 3:13
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ હું, માણસનો દીકરો ફરીથી આવય, તો પોતાના મહિમાના બધાય, મારા સ્વર્ગદુતો હારે લયને આવય. તઈ હું બધાય લોકોનો ન્યાય કરવા હાટુ મારા મહિમાના રાજ્યાસન ઉપર બેહય.


જો તમારામાંથી કોય પણ મને પોતાના પરભુની જેમ અપનાવવા અને મારા શિક્ષણનું પાલન કરવાનું સ્વીકારતા નથી કેમ કે, તમે બીવો છો કે, આ યુગના અવિશ્વાસુ અને પાપી લોકો તમારું નુકશાન કરશે, પછી હું, માણસનો દીકરો, જઈ પવિત્ર સ્વર્ગદુતોની હારે પૃથ્વી ઉપર પાછો આવય, તઈ તમારો અસ્વીકાર કરી દેય કે, તમે મારા ચેલાઓ છો. તઈ દરેક મારી મહિમાને જોહે, જે મારા બાપની જેમ છે.”


ઈ બેય પરમેશ્વરની આગળ ન્યાયી હતાં અને નિર્દોષ રીતે હાલતા હતાં અને પરભુની બધીય આજ્ઞાઓને પાળતા હતા.


કોયના ચાકરનો ન્યાય કરવાનો તને ક્યો અધિકાર છે? એને સાલું રાખવો કે એને કાઢી મુકવો ઈ બાબત એના શેઠને જોવાની છે, પરભુ એમ કરવાને શક્તિમાન છે, હાટુ ઈ ટકી રેહે.


હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે.


પણ દરેક પોતપોતાના લાયક પરમાણે; મસીહ પેલું ફળ, જે મોતમાંથી જીવતું કરવામાં આવ્યું છે, પછી જઈ ઈ આયશે તઈ જેઓ મસીહના છે તેઓને જીવતા કરવામાં આયશે.


આપડા પરમેશ્વર અને બાપની ઈચ્છા પરમાણે ઈસુ મસીહે પોતાની જાતને આપડા પાપોના લીધે બલિદાન કરી દીધું જેથી આપડે આ અત્યારના જગતના લોકોના ખરાબ પરભાવથી બસેલા રેયી.


મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી ઈ આપડે બધાય વિશ્વાસુ લોકોનું એક એવું મહિમામય જૂથ બનાવી હકે જે એનાથી સબંધીત છે, એવા લોકો જેમાં સ્વાભાવિક દોષ નો હોય, પણ તેઓ પુરી રીતેથી પવિત્ર હોય; જઈ મંડળી આપણને પોતાની હાજરીમાં ભેગા કરે છે.


જેથી બધાયથી હારી વાતો પારખી હકો આવી રીતે તમે બધાય લોકો મસીહના પાછા આવવાના દિવસ હુધી ઈમાનદાર અને નિરદોષ રય હકો.


પણ પરમેશ્વરે હવે પોતાના દીકરા મસીહને માણસ બનાવીને અને એના વધસ્થંભ ઉપર મરણ દ્વારા તમારો પણ મેળ કરી લીધો જેથી તમને પોતાની હામે પવિત્ર અને દોષ વગરના અને ભૂલ વગરના બનાવીને હાજર કરે.


આપડી આશા કે આનંદ કે મોટાયનો મુગટ કોણ છે? ઈ તમે જ હશો જઈ આપડા પરભુ ઈસુ મસીહ પાછા આયશે.


અમે પ્રાર્થના કરી છયી કે, આપડા પરમેશ્વર બાપ અને આપડા પરભુ ઈસુ મસીહ, અમને તમારી પાહે આવીને મળવા હાટુ મોકો આપે.


અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.


તો એના વચન પરમાણે તમને આ કેયી છયી કે, આપડે જો જીવતા છયી, અને પરભુના આવ્યા હુધી નય મરી, તો ઈ વિશ્વાસી જે પેલા મારી ગયા છે, આપડી પેલા પરભુ ઈસુને મળશે.


એના પછી જે જીવતા અને બસેલા રેહે, તેઓની હારે આભમા પરભુને મળવા હાટુ વાદળોમાં ઉઠાવી લેવામાં આયશે. અને ઈ વખતથી આપડે સદાયને હાટુ પરભુ ઈસુ મસીહની ભેગા રેહું.


હવે શાંતિનો પરમેશ્વર પોતે તમને પુરી રીતે પવિત્ર કરે આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવતાં હુંધી તમારો આત્મા અને પ્રાણ અને દેહ પુરેપુરી રીતેથી નિરદોષ રાખવામાં આવે.


આ બધીય વાતો તઈ થાહે, જઈ પરભુ ઈસુ મસીહ પોતાના પવિત્ર લોકોમા માન અને મહિમા પામવા હાટુ પાછા આયશે, ઈ વખતે તમે પણ એમા ભેગા રેહો કેમ કે, જે અમે કીધું હતું એની ઉપર તમે વિશ્વાસ કરયો છે.


અને જઈ પરભુ ઈસુ મસીહ પોતાના સામર્થ્યથી સ્વર્ગદુતોની હારે ધગધગતી આગમાં સ્વર્ગમાંથી આયશે, તઈ ઈ તમને જે હમણાં દુખ સહન કરી રયા છે તેઓને અને અમને પણ વિહામો આપશે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવવાના વિષે અને આપડે બધાય એની પાહે એકઠા થાવાના વિષે અમે તમને લખવા માગી છયી.


ઈ જ રીતે તમે પણ ધીરજ રાખો, અને આશા નો મુકો કેમ કે, પરભુ ઘાયેઘા આવી રયો છે.


પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.


આદમથી આવનાર સાતમો માણસ હનોખે આ અન્યાયી લોકોના વિષે આગમવાણી કરી હતી. એણે કીધું કે, “હાંભળો! પરભુ પાક્કું પોતાના નો ગણી હકાય એટલા પવિત્ર સ્વર્ગદુતોની હારે આયશે.


પરમેશ્વર તમને એની ઉપર વિશ્વાસમા બનાવેલા રાખવામાં શક્તિશાળી છે. ઈ તમને પોતાની હાજરીમાં પણ લય લેહે જ્યાં સરસ અંજવાળું છે તમે બોવજ રાજી થાહો અને પાપથી બસેલા રેહો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ