Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:8 - કોલી નવો કરાર

8 અને અમે તમારીથી એટલો પ્રેમ કરી છયી કે, ખાલી પરમેશ્વરનાં હારા હમાસાર હંભળાવવા હાટુ નય પણ તમારી હાટુ પોતાનો જીવ પણ દેવા હાટુ તૈયાર હતા. ઈ હાટુ કે, અમે તમારી હારે બોવ પ્રેમ કરતાં હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:8
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ન્યા હો સિપાયોનો એક અધિકારીનો ચાકર જે એને વાલો હતો, ઈ માંદો પડીને મરવાની અણી ઉપર હતો.


આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો મારા મનની ઈચ્છા અને ઈઝરાયલનાં લોકોની હાટુ પરમેશ્વરથી મારી પ્રાર્થના છે કે, પરમેશ્વર તેઓને બસાવશે.


અને હું જાણુ છું કે, જઈ હું તમારી પાહે આવય, એના કારણે મસીહ ભરપુરીથી તમને આશીર્વાદ દેહે.


હવે હું તમારી હાટુ મારૂ બધુય રાજીથી ખરસ કરય, એટલુ જ નય હું પોતાનો જીવ પણ ખરસી નાખય. જો હું તમને એટલો પ્રેમ કરું છું, તો શું તમે મને થોડોક પ્રેમ કરશો?


હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો.


મારા બાળકો, જેવી રીતે એક બાય જણતી વખતે દુખાવો સહન કરે છે, એવી જ રીતે હું એકવાર પાછો તમારી હાટુ દુખ ભોગવી રયો છું, હું આ દુખમાં ન્યા હુધી રેય જ્યાં હુધી તમે મસીહમાં હમજતા નો થય જાવ.


ઈ હાટુ પરમેશ્વર મારી સાક્ષી છે કે, હું મસીહ ઈસુની જેમ પ્રેમ કરીને તમને બધાયને મળવાની ઈચ્છા રાખું છું.


તમારો વિશ્વાસના બલિદાન ઉપર જો મારે પેયાર્પણ તરીકે રેડાવું પડે તો ઈ હાટુ હું રાજી છું અને તમારા બધાયની હારે રાજી રય હકુ છું


કેમ કે, મારી પાહે એવો બીજો કોય પણ નથી, જે તિમોથીની જેમ સોખા મનથી તમારા ઉપકારના લીધે હરખી રીતે કાળજી રાખે.


ઈ હાટુ, મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને બોવ પ્રેમ કરું છું, હું તમને મળવાની બોવ ઈચ્છા રાખુ છું; અને તમે જે મારો આનંદ અને મુગટરૂપ છો, વાલા મિત્રો પરભુમાં તમે વિશ્વાસમા મજબુત રેજો.


આપડે બીજાઓને મસીહના વિષે બતાવીએ છયી ઈ પુરા જ્ઞાન હારે જે પરમેશ્વરે આપણને આપ્યુ છે, બધાયને સેતવણી આપે છે, અને બધાયને શિક્ષણ આપે છે, જેથી કોય માણસ મસીહમા એક પાકો વિશ્વાસી બની હકે જઈ પરમેશ્વરની હામે ઉભો થય હકે.


ઈજ શિક્ષણ તમે આપડા વાલા સાથી સેવક એપાફ્રાસથી શીખ્યું છે, જે આપડી હાટુ મસીહનો હાસો સેવક છે.


એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.


હું, પાઉલ આ પત્ર લખી રયો છું, હું જેલખાનામાં છું કેમ કે, હું ઈસુ મસીહ વિષે પરચાર કરું છું, હે ફીલેમોન, અમારો ભાઈ તિમોથી અને મારી તરફથી તને સલામ. તુ અમારો વાલો મિત્ર છે, અને તુ મસીહ હાટુ એવી રીતે કામ કરે છે; જેવા કે અમે કરયા છે.


તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.


આપડે એનાથી પ્રેમ વિષે જાણી કે, ઈસુ મસીહે આપડા લીધે પોતાનો પ્રાણ આપી દીધો, એટલે આપડે પણ આપડા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હાટુ પ્રાણ દેવો જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ