હાં! માણસને પોતાનું માથું ઢાંકવાની કોય જરૂર નથી છે કેમ કે, માણસને પરમેશ્વરનાં રૂપમાં બનાવ્યો છે અને ઈ પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, પણ બાયડી તો ધણીની મહિમા પરગટ કરે છે.
હાલમાં જે તમે થોડુ ઘણુ હમજો છો ઈ તમે પુરી રીતે હમજશો; જેથી પરભુ ઈસુના પાછા આવવાના દિવસે અમે જેમ તમારી હાટુ અભિમાન કરી હકશું, એમ તમે પણ અમારી હાટુ અભિમાન કરી હકશો.