હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.
પણ હું એવુ નય કરૂ. હું તને ખાલી આ કરવાનું કવ છું કેમ કે, આપડે એક-બીજાને અને પરમેશ્વરનાં લોકોને પ્રેમ કરી છયી. હું પાઉલ, એક ગવઢો માણસ હોવા છતાં તને પુછું છું, અને મસીહ ઈસુની સેવા કરવાને કારણે જેલખાનામાં પણ છું.
ઈ દુખોથી બીમાં જે તને મળશે. શેતાન તમારામાથી થોડાકને જેલખાનામાં નાખવાનો છે, જેથી તેઓ તમારી પરીક્ષા કરી હકે. તમે દસ દિવસ હાટુ મોટી મુસીબતોનો અનુભવ કરશો. પણ મારી ઉપર વિશ્વાસ કરવાનું કોયદી છોડતા નય, ભલે તમને મારી નાખવામાં આવે કેમ કે, હું તમને તમારી જીતના ઈનામની જેમ અનંતજીવન આપય.