Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:14 - કોલી નવો કરાર

14 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:14
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

સ્તેફનના વિષે થયેલ સતાવના કારણે જે વેર વિખેર થયેલા લોકો ફિનિકિયા શહેર, અને સાયપ્રસ ટાપુ અને સિરિયા પરદેશના અંત્યોખ શહેર લગી ગયા પણ તેઓએ ખાલી યહુદીઓને સુવાર્તાનો પરચાર કરયો.


પણ યહુદી લોકોના આગેવાનોએ રૂપીયાવાળા લોકોની અને પરમેશ્વરની બીક રાખીને ભજન કરનારી બાયુને અને શહેરના અધિકારી લોકોને ઉશ્કેરીને, પાઉલ અને બાર્નાબાસ ઉપર સતાવણી કરાવી અને તેઓને ઈ જગ્યાથી બારે કાઢી મુકયા.


પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા.


પણ વિશ્વાસ નો કરનારા યહુદી લોકોએ બિનયહુદી જાતિના લોકોને વિશ્વાસી લોકોના વિરોધમાં ઉશ્કેરીને અને વેર કરાવી દીધો છે.


પણ શહેરના લોકોમા ભાગલા પડી ગયા હતા, એમા કેટલાક લોકો તો વિરોધ કરનારા યહુદી લોકોની બાજુ અને કેટલાક ગમાડેલા ચેલાઓની બાજુ થય ગયા હતા.


તઈ બિનયહુદી જાતિના લોકો અને યહુદી લોકોએ પોતાના આગેવાનોની હારે મળીને ગમાડેલા ચેલાઓનું અપમાન અને એની ઉપર પાણા મારવાની યોજના બનાવી.


પણ જઈ થેસ્સાલોનિકા શહેરના યહુદી લોકોને ખબર પડી કે પાઉલ બેરિયા શહેરમાં પણ પરમેશ્વરનાં વચનનો પરસાર કરી રયો છે, તો ઈ ન્યા જયને લોકોને ઉશ્કેરવા અને ધમાલ કરવા લાગ્યા.


જઈ ગાલિયો અખાયા પરદેશમા અધિકારી હતો, તો યહુદી લોકો એક એક કરીને પાઉલની ઉપર સડી બેઠા, અને એને ન્યાયાસન આગળ લીયાવીને કેવા લાગ્યા.


શાઉલ પુરી રીતે સ્તેફનને મારવામાં સહમત હતો. ઈજ દિવસે યરુશાલેમ શહેરની મંડળીમાં મોટી સતાવણી શરુ થય ગય, તઈ ગમાડેલા ચેલાઓને મુકીને બધાય વિશ્વાસીઓ યહુદીયા અને સમરૂન પરદેશમા વેર વિખેર થય ગયા.


પણ શાઉલ મંડળીને સંતાવતો હતો, અને ઘરે-ઘરે ઘરીને વિશ્વાસી માણસ અને બાયુઓને ઢહડી ઢહડીને જેલખાનામાં નાખી દેતો હતો.


ઈ વખત દરમિયાન યરુશાલેમ શહેરમાં પ્રમુખ યાજકના કેવાથી શાઉલ હજી લગી પરભુ ઈસુના ચેલાઓને મારી નાખવાની ધમકી આપતો હતો.


તઈ અનાન્યા જવાબ દીધો કે, “હે પરભુ, મે ઘણાય લોકોથી આ માણસની વિષે હાંભળ્યું છે કે એણે યરુશાલેમ શહેરના તારા લોકોને કેટલા સતાવ્યા છે.


આ રીતે યહુદીયા, ગાલીલ અને સમરૂન પરદેશની મંડળીઓમાં શાંતિ મળી, અને મંડળીના લોકો વિશ્વાસમાં વધારે મજબુત થાતા ગયા, અને તેઓએ પરભુની બીક રાખી અને પવિત્ર આત્માની મદદથી શાંતિ મેળવી, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.


તમારુ જીવન એવું રાખો જેથી યહુદીઓ, બિનયહુદીઓ કે પરમેશ્વરની મંડળીને કાય નુકશાન નો થાય. તમે મારું અનુકરણ કરો. હું મારા બધાય કામોથી બધાય લોકોને રાજી કરવા માંગું છું, હું મારા સ્વાર્થનો વિસાર કરતો નથી, પણ બધાય લોકોનું ભલું કરું છું; જેથી બધાય લોકોને પરમેશ્વર બસાવે.


ખાલી જેમ પરમેશ્વરે બધાયને વેસી દીધું છે અને પરભુએ બધાયને બોલાવ્યા છે, એમ ઈ બધાએ હાલવું; અને ઈ જ નિયમ હું બધાય વિશ્વાસી મંડળીઓ હાટુ ઠરવું છું.


ઈ વખતે યહુદીયા પરદેશની મસીહ મંડળીઓના સભ્યો મને વ્યક્તિગત રીતે નોતા ઓળખતા.


આ પત્ર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી છે, આ થેસ્સાલોનિકાના શહેરની વિશ્વાસી મંડળીઓને અમે લખી રયા છયી, જે પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહથી સંબધિત છે, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમારી ઉપર કૃપા કરે, અને તમને શાંતિ આપે.


તમે ઘણાય દુખમાં હતાં તો પણ તમે પવિત્ર આત્મા દ્વારા આપેલા સંદેશાનો આવકાર કરીને તમે, અમારી અને પરભુ ઈસુ મસીહની જેમ જીવન જીવ્યા.


તમારી ન્યા રેતી વખતે અમે તમારીથી આ કીધા કરતાં હતાં કે, આપડે સતાવણી સહન કરવી પડશે, અને એવુ જ થયુ છે, અને તમે જાણો પણ છો.


આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહમા થેસ્સાલોનિકા શહેરની વિશ્વાસી લોકોની મંડળી હાટુ પાઉલ, સિલાસ અને તિમોથીની તરફથી આ પત્ર લખવામાં આવ્યો છે.


ઈ હાટુ આપડે પરમેશ્વરની મંડળીમાં તમારી વિષે અભિમાન કરે છે કેમ કે, તમે દુખ અને સતાવથી સહન કરતાં જાવ છો તો પણ તમે ધીરજથી સહન કરો છો અને ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ