Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:13 - કોલી નવો કરાર

13 ઈ હાટુ અમે પણ દરોજ પરમેશ્વરનો આભાર માની છયી કે, જઈ તમે પરમેશ્વરનાં હારા હમાસાર હાંભળી જે અમે તમારી વસે પરચાર કરયો, તો તમે એને માણસોને નય પણ હાસીન આ પરમેશ્વરનો સંદેશો હમજીને અપનાવ્યો, અને હવે પરમેશ્વરનો આ સંદેશો તમારામા કામ કરે છે, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 2:13
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, જે બોલશે તે તમે નથી, પણ તમારા થકી પવિત્ર આત્મા બોલશે.


“જે તમારો સ્વીકાર કરે છે, ઈ મારો પણ સ્વીકાર કરે છે, અને જે મારો સ્વીકાર કરે છે, ઈ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.


પછી ઈસુએ કીધું કે, “હા, પણ આશીર્વાદિત તેઓ છે, જે લોકો પરમેશ્વરની વાત હાંભળે છે, અને એને પાળે કરે છે.”


એક દિવસે જઈ ઈસુ ગેન્‍નેસારેત તળાવની કાઠે પરચાર કરવા હાટુ ઉભો રયો; તઈ ગડદીના લોકો પરમેશ્વરનાં વચન હાંભળવા હાટુ એની ઉપર પડાપડી કરતાં હતા.


દાખલાનો અરથ આ થાય છે: કે, બી પરમેશ્વરનું વચન છે,


પણ એણે એને જવાબ દીધો કે, “આ જેઓ પરમેશ્વરની વાત હાંભળે છે અને પાળે છે, ઈ મારી માં અને ભાઈઓ છે.”


તમે તો ઈ વચનને કારણે જે મે તમને કીધા છે, ઈ શુદ્ધ થયા છો.


તારા હાસ દ્વારા મારા ચેલાઓને તારી સેવા હાટુ નોખા કર. તારું વચન હાસુ છે.


હું એના લાભ હાટુ, પોતાની જાતનું તને સમર્પણ કરું છું, જેથી ઈ પણ હાસથી પોતે જ તને સમર્પિત થય જાય.


તઈ મે તરત એને લેવા હાટુ તારી પાહે માણસો મોકલ્યા, અને તને ભલાય કરી કે આયા આવી ગયો. હવે આપડે બધાય આ હાટુ ભેગા થયા કે તારાથી ઈ બધુય હાંભળે, જે કાય પરમેશ્વરે તને કીધું છે.


આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.


લુદીયા નામની થુઆતૈરા શહેરના બોવ મોધા લુગડા વેસનારી અને પરમેશ્વરનુ ભજન કરનારી બાય હતી, પરભુએ એનુ મન ખોલ્યું કે પાઉલની વાતો ઉપર ધ્યાન લગાડે.


આ લોકો તો થેસ્સાલોનિકી શહેરના યહુદી લોકો કરતાં હારા હતાં, અને તેઓએ બોવ લાલસથી વચન હાંભળા, અને દરોજ શાસ્ત્રમાં ગોતતા કે, આ વાત હાસી છે કે નય.


જેવી ઈ લોકોએ મરેલામાંથી જીવતા થાવાની વાત હાંભળી, તો એનામાંથી થોડાક લોકો ઠેકડી કરવા લાગ્યા, અને થોડાકે કીધું કે, “આ વાત અમે તારાથી પાછા ક્યારે હાંભળી,”


જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.


જઈ ગમાડેલા ચેલાઓ જે યરુશાલેમમાં હતાં, આ હાંભળ્યું કે સમરૂન પરદેશના લોકોએ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરયો છે, તઈ એણે પિતર અને યોહાનને એની પાહે મોકલ્યા.


આમ, સંદેશો હાંભળવાથી વિશ્વાસ થાય છે, અને મસીહના વચન દ્વારા સંદેશો હંભળાવવામાં આવે છે.


પણ આપડે બધાય એક આભલાની જેમ પરમેશ્વરની મહિમાને આવા મોઢાથી દેખાડો કરી છયી જેની ઉપર પડદો નથી પડયો, તો પરમેશ્વર આપણને ધીરે-ધીરે પરભુના તેજ સ્વરૂપમાં બદલી રયા છે અને ઈ પરભુ એટલે કે પવિત્ર આત્માના કામો છે.


અને મારી બીમારીએ તમારી હાટુ બોવ કઠણાઈ ઉભી કરી, પણ તમે મને નીસો નો દેખાડો અને તમે મને બારે પણ નથી કાઢયો, પણ તમે મને એવી જ રીતેથી અપનાવ્યો છે જેમ તમે પરમેશ્વરનાં એક સ્વર્ગદુતને કા પોતે ઈસુ મસીહને અપનાવ્યો છે.


જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા.


કેમ કે, ખરેખર પરમેશ્વરનું વચન જીવતું અને બેધારી તલવારથી પણ વધારે તેજ છે. ઈ આત્મા અને જીવ, હાંધા અને માસને પણ વીંધી નાખે છે. ઈ મનની ઈચ્છા અને વિસારોને પણ પારખી લેય છે.


કેમ કે, જેમ આપડે હારા હમાસાર હંભળાવી, એમ જ ઈઝરાયલ દેશના લોકોએ પણ આરામની જગ્યામાં આવવા વિષે હારા હમાસાર હાંભળાવા હતા, પણ ઈ હારા હમાસાર તેઓની હાટુ નકામાં રયા કેમ કે, તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય.


એણે પોતાની ઈચ્છાથી આપણને હાસના વચન દ્વારા આપણને નવું જીવન આપ્યુ જેથી આપડે એની દ્વારા બનાવેલી દરેક વસ્તુઓનું બધાયથી મહત્વનો ભાગ હોય.


હું તમને એવુ કરવા હાટુ કવ છું કેમ કે, હવે તમે એક નવું જીવન જીવી રયા છો. તમને આ નવું જીવન કોય નાશ થાનારી વસ્તુથી નથી મળ્યું. પણ આ એક એવી વસ્તુની માધ્યમથી મળ્યું છે જે સદાય હાટુ રેહે, જો કે પરમેશ્વરનો વાયદો છે, જેની ઉપર તમે વિશ્વાસ કરયો છે.


પણ પરમેશ્વરનું વચન સદાય રેય છે. આ સંદેશો જે કાયમી છે મસીહ વિષે સંદેશો છે, જે અમે તમને જાહેર કરતાં હતાં.


જેમ નવું જનમેલુ બાળક પોતાની હાટુ માનું શુદ્ધ દૂધ પીવે છે, એમ જ તમારે પરમેશ્વરથી હાસી વાતુ શીખવા હાટુ ઈચ્છા રાખવી જોયી, જેથી એને શીખીને તમે એની ઉપર ભરોસો કરનારા હમજણા બની હકો છો, તમારે આવું ઈ વખત હુધી કરવુ જોહે જ્યાં હુધી પરમેશ્વર તમને જગતની બધીય ભુંડાયથી પુરી રીતે બસાવ કરતાં નથી.


હું આવું ઈ હાટુ લખી રયો છું કેમ કે, હું ઈચ્છું છું કે, તમે ઈ વચનોને યાદ રાખો, જે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા કીધા હતાં અને આપડા તારનાર પરભુ ઈસુ મસીહના શિક્ષણને યાદ રાખો, જે તમને ઈ ગમાડેલા ચેલાઓએ દીધુ, જે તમારી પાહે આવ્યા હતા.


અને જે કોય મસીહ ઉપર આ આશા રાખે છે, ઈ પોતે ઈ જ રીતે પવિત્ર કરે છે, જેમ ઈ પવિત્ર છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ