1 થેસ્સાલોનિકીઓને પત્ર 1:5 - કોલી નવો કરાર5 કેમ કે, આપડા પરભુ ઈસુ વિષે હારા હમાસાર તમારી પાહે નો ખાલી બોલવાથી પણ સામર્થ્યથી, અને પવિત્ર આત્માથી અને પુરા વિશ્વાસની હારે તમારી પાહે પુગી છે, અને તમે જાણો છો કે, જઈ અમે તમારી હારે હતાં તઈ અમે તમારી ભલાય હાટુ કેમ રયા. အခန်းကိုကြည့်ပါ။ |
પણ હું ન્યા ગયો કેમ કે, પરમેશ્વરે મને દર્શન આપ્યુ હતું કે, મારે ન્યા જાવું જોયી અને જઈ હું ન્યા હતો તો હું આગેવાનોને વ્યક્તિગત રીતે મળ્યો અને તેઓને ઈ હારા હમાસાર વિષે બતાવ્યું જે હું બિનયહુદીઓની વસે પરચાર કરી રયો હતો, જેથી જે હું કરી રયો હતો કા જે હું કરવાનું સાલું રાખતો હતો જેથી એનું પરિણામ નો જાય.
આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.
ઈ હાટુ અમે આગમભાખીયાઓ દ્વારા લખાયેલા શાસ્ત્રમા બોવજ વધારે વિશ્વાસુ છયી, જો તમે આ સંદેશ ઉપર ધ્યાન આપશો, તો તમે એક હારું કામ કરશો, કેમ કે આ એક મશાલની જેમ છે જે અંધારાની જગ્યાએ સમકે છે, જયા હુધી કે દિવસ નથી નીકળતો અને મસીહનુ અંજવાળું તમારા હ્રદયમાં સમકે છે, જે રીતેથી પરોઢનો તારો જગતમાં અંજવાળું લીયાવે છે.