1 પિતરનો પત્ર 5:8 - કોલી નવો કરાર8 જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે. အခန်းကိုကြည့်ပါ။ |
પછી મે સ્વર્ગ ઉપરથી આ મારો શબ્દ આવતો હાંભળ્યો, હવે આપડો પરમેશ્વર પોતાના લોકોનો બસાવ કરે, હવે ઈ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરશે અને રાજાની જેમ રાજ્ય કરશે, હવે એના મસીહ જગત ઉપર પોતાના અધિકારનો દાવો કરશે કેમ કે, હવે શેતાન આપડા પરમેશ્વરની હાજરીમા ઉભો રહેલો આપડા સાથી વિશ્વાસી લોકો ઉપર દિવસ રાત આરોપ નય લગાડે. એને સ્વર્ગથી બારે ફેકી દેવામાં આવ્યો છે.
એણે ઈ અજગરને પકડી લીધો, જે ઘણાય વખત પેલા એક એરુના રૂપે પરગટ થયો હતો, જેને શેતાન પણ કેવાય છે એને એણે હાકળથી બાંધ્યો અને ઊંડાણના જેલખાનામા ફેકી દીધો, એની પછી એણે એને બંધ કરી દીધો અને કમાડ ઉપર મુદ્રા લગાડી દીધી, જેથી ઈ એક હજાર વરહ પુરા થયા પછી દેશ-દેશના લોકોને ભરમાવાની કોય પણ રીત રેહે નય, જઈ ઈ પુરું થાહે તઈ એને ફરીથી સ્વતંત્ર કરવામા આયશે, પણ થોડીકવાર હુધી.