અને એની હારોહાર ઘરે-ઘરે ફરીને આળસુ થાવાનુ શીખે છે, અને ખાલી આળસુ જ નય, પણ બીજા લોકોની વિષે અફવા ફેલાવે છે; અને બીજાના કામમા માથું મારે અને એવી વાતો કેય છે જે એને નો કેવી જોયી.
પરમેશ્વરનાં જે હારા હમાસાર પરચાર કરું છું, ઈ હાટુ હું એક અપરાધીની જેમ જેલખાનામાં દુખ સહન કરી રયો છું કેમ કે, હું આ હારા હમાસાર પરચાર કરું છું પણ હારા હમાસારને ફેલાવા હાટુ કોય રોકી હકતું નથી.
પણ ભલે તમે દુખી હો કેમ કે, તમે જે કરયુ ઈ હાસુ હતું, પરમેશ્વર તમને આશીર્વાદ દેહે. “એવી વસ્તુથી નો બીવો જેનાથી બીજા બીવે છે; અને હેરાન નો થાવ જઈ લોકો તમારી હારે ભુંડો વેવાર કરે છે.”
કેમ કે, કોય દિ પરમેશ્વર તમારી ઉપર મુશ્કેલીઓ અને દુખ આપી હકે છે, જઈ કે તમે તો હારા કામ કરયા છે, પણ આ ઈ મુશ્કેલી અને દુખથી હારા છે જે આ કારણે આવે છે કેમ કે, તમે ખરાબ કામ કરયા છે.