Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 4:14 - કોલી નવો કરાર

14 જો કે, મસીહના નામને કારણે તમારુ અપમાન થાય, તો તમે આશીર્વાદિત છો કેમ કે, મહિમાનો અને પરમેશ્વરનો આત્મા તમારા ઉપર રેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 4:14
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે આશીર્વાદિત છો, જઈ લોકો તમને મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે તમારી નિંદા કરે અને તમને હેરાન કરે અને ખોટુ બોલીને તમારી વિષે ખોટી વાતો કરે.


ઈ જ વખતે તમે તમારુ અજવાળું લોકોની આગળ એવુ અજવાળું થાવા દયો કે, તેઓ તમારી રૂડી કરણીઓ જોયને સ્વર્ગમાંના તમારા બાપનું નમન કરે.


તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.


પણ આ બધુય તુ મારો ચેલાઓ હોવાના લીધે કરશો, કેમ કે ઈ લોકો મને મોકલનારાને જાણતા નથી.


ઈ હાંભળીને યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “અમારું કેવું હાસુ છે કે, તુ સમરૂની પરદેશનો રેવાસી છે, અને તારામાં મેલી આત્મા વળગેલી છે.”


તઈ તેઓ એની મશ્કરી કરીને કેવા લાગ્યા કે, “તુ જ એનો ચેલો છે, અમે તો મુસાના ચેલાઓ છયી.


તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.


પણ યહુદી લોકોના આગેવાન લોકોનું મોટુ ટોળૂ જોયને ઈર્ષા થાવા મડી અને ઠેકડી કરતાં પાઉલના વિરોધમાં બોલવા લાગ્યા.


પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”


પણ તારો વિસાર શું છે? ઈ અમે તારાથી હાંભળવા માંગી છયી, કેમ કે અમે જાણી છયી કે, દરેક જગ્યાએ આ પરભુના મારગની વિરોધમાં લોકો વાતો કરે છે.”


ઈ આ વાતુથી રાજી થયને મોટી સભાની હામેથી વયા ગયા કે, અમે ઈસુ હાટુ અપમાનિત થાવાને લાયક તો બન્યા.


ઈ હાટુ હું મસીહનાં લીધે નબળાયું, અને નિંદાઓમાં, અને ગરીબીમાં, અને મુશ્કેલીમાં, અને સંકટોમાં, રાજી છું, કેમ કે જઈ હું નબળો હોવ છું, તઈ હું મસીહના સામર્થ્યમાં બળવાન છું.


અમે સદાય ઈસુનું મરણ અમારા દેહમાં રાખી છયી, ઈ હારું કે, ઈસુનું જીવન અમારા દેહથી દેખાડી હકાય.


જેથી અમે થાકી જાતા નથી; પણ જો અમારુ દેહિક જીવન ધીરે-ધીરે નાશ થાતું જાય છે, પણ અમારી અંદરનું આત્મિક જીવન દરોજ તાજું થાતું જાય છે.


મારી લીધે તેઓએ પરમેશ્વરની મહિમા કરી છે.


મિસર દેશના ભંડારોમાંથી વધારે એને મસીહ હાટુ નિંદા સહન કરવાનું હારૂ ગણ્યું, કેમ કે જે હારું ફળ એને સ્વર્ગમાં મળવાનું હતું એની તરફ એનું ધ્યેય હતું.


આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.


જોવો આપડે દુખોના વખતે ધીરજ રાખનારાનો આભાર માની છયી. તમે અયુબ નામના એક માણસની ધીરજ વિષે હાંભળ્યું હશે, અને તમે ઈ પણ જાણો છો કે, પરભુએ છેલ્લે કેવી રીતે એની મદદ કરી. કેમ કે, પરભુ બોવ દયાળુ અને કૃપાળુ છે.


એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.


પણ ભલે તમે દુખી હો કેમ કે, તમે જે કરયુ ઈ હાસુ હતું, પરમેશ્વર તમને આશીર્વાદ દેહે. “એવી વસ્તુથી નો બીવો જેનાથી બીજા બીવે છે; અને હેરાન નો થાવ જઈ લોકો તમારી હારે ભુંડો વેવાર કરે છે.”


તમારી બુદ્ધિ પણ સોખી રાખો, જેથી જે વાતો વિષે તમારી બદનામી થાય છે ઈ વિષે જે મસીહમા તમારા હારા વર્તનનુ અપમાન કરે છે, તેઓ શરમાહે. છતાય નમ્રતાથી આવું કરો.


પણ મસીહ હોવાના કારણે જો તમે દુખ સહન કરો, તો શરમાતા નય, પણ પરમેશ્વરની મહિમા કરો કેમ કે, તમે મસીહના છો.


પરમેશ્વરનાં ઘણાય લોકો આવા શિક્ષકોના ખોટા કામોની નકલ કરશે, અને જે કાય પણ તેઓ કરશે, એના લીધે અવિશ્વાસુ લોકો હાસના મારગની નિંદા કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ