Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 4:1 - કોલી નવો કરાર

1 ઈ હાટુ જઈ મસીહે પોતાના દેહમાં રેતી વખતે દુખ સહન કરયુ, ઈ હાટુ તમારે પણ એવી જ રીતે દુખ સહન કરવા તૈયાર રેવું જોયી, જે એનામા હતું, કેમ કે, જો તમે મસીહ હાટુ દુખ સહન કરવા તૈયાર છો, તો તમે પાપ નય કરવાનું નક્કી કરી લીધું છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 4:1
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ હુકાઈ ગયેલા હાથવાળા માણસને કીધુ કે, “બધાય લોકોની, હામે ઉભો થય જા ઈ હાટુ ઈ માણસ ઉભો થય ગયો.”


એવી રીતે તમે પણ પોતાના પાપની તાકાતને મરેલી હમજો, પણ પરમેશ્વરની હાટુ મસીહ ઈસુમાં તમે પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવો છો.


નય! કઈયેય નય! આપડે પાપની હાટુ મરી ગયા છયી અને એટલે આપડે પાપીલા કામ કરવાનું સાલું નો રાખવું જોયી.


કેમ કે, જે મરણ પામેલો છે ઈ ન્યાયી ઠરીને પાપમાંથી છુટો થયો છે.


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


જઈ લોકો ઈસુ મસીહ હારે સબંધ રાખે છે તો ઈ પોતાના દેહિક પાપીલા સ્વભાવ દ્વારા હાલતા નથી. ઈ એવા છે જેમ તેઓનો સ્વભાવ જાણે વધસ્થંભ ઉપર સડાવી દીધો હોય.


ઈ હાટુ તમે પરમેશ્વરનાં બધાય બકતર પેરી લ્યો જેથી તમે ખરાબ દિવસે સામનો કરી હકો અને બને એટલું બધુય કરીને એની હામાં મજબુત ટકી હકો.


જેવો ઈસુ મસીહનો સ્વભાવ હતો એવો જ તમારો પણ સ્વભાવ હોય.


ઈ હાટુ ઈસુ ઉપર વિસાર કરો; જેણે પાપીઓ દ્વારા બોવ જ દુખ સહન કરયું, જેથી તમે નિરાશ થયને હિંમત નો છોડો.


જેમ પરમેશ્વરે પોતાના કામો પુરા કરયા પછી આરામ કરયો, એમ જે કોય પરમેશ્વરનાં આરામની જગ્યામાં આવે છે, તેઓ પોતાના બધાય કામોમાંથી આરામ લેય છે.


એક કારણ જેની હાટુ પરમેશ્વરે તમને ગમાડીયા છે, ઈ આ છે કે તમે પીડા સહન કરો. જઈ મસીહે તમારી હાટુ પીડા સહન કરી, ઈ તમારી હાટુ એક દાખલો બની ગયો, જેથી તમે એણે જે કરયુ એનુ અનુસરણ કરો.


હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ