17 કેમ કે, કોય દિ પરમેશ્વર તમારી ઉપર મુશ્કેલીઓ અને દુખ આપી હકે છે, જઈ કે તમે તો હારા કામ કરયા છે, પણ આ ઈ મુશ્કેલી અને દુખથી હારા છે જે આ કારણે આવે છે કેમ કે, તમે ખરાબ કામ કરયા છે.
પછી ઈસુએ આઘે જયને જમીન ઉપર ઉંધે મોઢે થયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, થય હકે તો આ પ્યાલો મારાથી આઘો હટાવી લે, તો પણ મારી ઈચ્છા પરમાણે નય પણ તારી ઈચ્છા પરમાણે થાય.”
પરમેશ્વર પાક્કી રીતે ખુશ નય થાય જો તમે કાય ખોટુ કરો છો અને પછી ઈ તમને એની લીધે મારે છે. પણ જો તમે એવુ જ કરો છો જે હારું છે અને તોય તમે પીડા ભોગવો છો, તો તમે હારા કામ કરવા હાટુ પીડા ભોગવો છો. જો તમે એને સહન કરો છો, તો પરમેશ્વર તમારા વખાણ કરશે.
પણ ભલે તમે દુખી હો કેમ કે, તમે જે કરયુ ઈ હાસુ હતું, પરમેશ્વર તમને આશીર્વાદ દેહે. “એવી વસ્તુથી નો બીવો જેનાથી બીજા બીવે છે; અને હેરાન નો થાવ જઈ લોકો તમારી હારે ભુંડો વેવાર કરે છે.”