14 પણ ભલે તમે દુખી હો કેમ કે, તમે જે કરયુ ઈ હાસુ હતું, પરમેશ્વર તમને આશીર્વાદ દેહે. “એવી વસ્તુથી નો બીવો જેનાથી બીજા બીવે છે; અને હેરાન નો થાવ જઈ લોકો તમારી હારે ભુંડો વેવાર કરે છે.”
ઈસુએ એના ચેલાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, જે કોય મારા ચેલા બનવા હાટુ અને હારા હમાસાર બીજાને હંભળાવવા હાટુ પોતાના ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ બાળકો અને ખેતરો, મુકી દીધા છે,
કેમ કે, “જો કોય માણસ પોતાનુ જગતનું જીવન બસાવવા માગે છે, ઈ પરમેશ્વરની હારે અનંતજીવન પામવાનો મોકો ગુમાવી નાખે છે. પણ જો કોય માણસ મારી ઉપર વિશ્વાસ કરવા અને મારા હારા હમાસારની કારણે મરશે ઈ માણસ પરમેશ્વરની હારે અનંતજીવન મેળવશે.
આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.
જોવો આપડે દુખોના વખતે ધીરજ રાખનારાનો આભાર માની છયી. તમે અયુબ નામના એક માણસની ધીરજ વિષે હાંભળ્યું હશે, અને તમે ઈ પણ જાણો છો કે, પરભુએ છેલ્લે કેવી રીતે એની મદદ કરી. કેમ કે, પરભુ બોવ દયાળુ અને કૃપાળુ છે.
જેમ સારા પોતાના ધણી ઈબ્રાહિમની આજ્ઞા માનતી હતી અને એને સ્વામી કેતી હતી. એટલે કે જો તમે બીજાઓ હારે ભલાય કરો છો અને તમારામા કોય બીક નથી, તો તમે સારાની દીકરીઓની જેવી થાહો.