Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 2:7 - કોલી નવો કરાર

7 પણ જે એની ઉપર વિશ્વાસ કરવાથી મનાય કરે છે ઈ કડીયા એની જેવા છે જેની વિષે શાસ્ત્ર વાત કરે છે “ઈ પાણો જે કડીયાઓએ નકારી દીધો હતો ઈ મકાનમાં બધાયથી મુખ્ય પાણો બની ગયો છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 2:7
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને કીધુ કે, “જે પાણાનો નકાર ઘર બાંધનારાઓએ કરયો, ઈજ ખૂણાનો મુખ્ય પાણો થયો ઈ પરભુથી બન્યો ઈ આપડી નજરમાં નવીન છે, ઈ શું તમે શાસ્ત્રવચનમાં કોયદી નથી વાસ્યુ?”


ઈ એક અંજવાળાની જેમ હશે જે બિનયહુદીઓ આગળ તારું હાસ પરગટ કરશે, અને ઈ ઈઝરાયલ દેશના લોકોની હાટુ મહિમા વધારશે.


શિમયોન તેઓને આશીર્વાદ દીધા, અને એની માં મરિયમને કીધું કે, “જો આ તો ઈઝરાયલ દેશના ઘણાય લોકોના વિનાશ અને તારણ હાટુ અને પરમેશ્વરની તરફથી એક નિશાની હાટુ મોકલવામાં આવ્યું છે, પણ ઘણાય લોકો એનો વિરોધ કરશે.


પણ ઈસુએ તેઓની બાજુએ જોયીને કીધું કે, “આ જે લખેલુ છે એનો અરથ શું છે?, એટલે, જે પાણાનો બાંધનારાઓએ નકાર કરયો ઈજ ખૂણાનો મુખ્ય પાણો થયો.


ઈ લોકોએ ઈ બાયને કીધું કે, “હવે અમે તારા કેવાથી જ વિશ્વાસ નથી કરતાં કેમ કે, અમે પોતે જ હાંભળી લીધું, અને જાણી લીધું છે કે, જગતનો તારનાર ખરેખર આજ છે.”


ઈ હાટુ હે રાજા આગ્રીપા, મે ઈ સ્વર્ગના દર્શનનું પાલન કરયુ છે.


પણ ઈઝરાયલ દેશના વિષે પરમેશ્વર આવું કેય છે, આખો દિવસ માને નય અને વિરુધ બોલનારા લોકો બાજુ મે મારા હાથ લાંબા કરયા.


કે, હું યહુદીયા પરદેશના અવિશ્વાસુઓથી બસાવી રાખવામાં આવ્યો, અને પ્રાર્થના કરજો કે, ન્યાના વિશ્વાસુ મારી આ ભેટને અપનાવે; જે હું મારી હારે યરુશાલેમ લેતો જાવ છું


મરણ પામેલાઓ હારું અમે મરણની દુર્ગંધની જેમ અને જીવતાઓની હારું જીવનની દુર્ગંધની જેમ છયી તો આવા કામો હાટુ કોય પણ લાયક નથી.


અને ઈ દરેક તાકાત અધિકાર ઉપર મહાન છે, ઈ હાટુ જો તમે મસીહમા બનેલા રયો, તો તમને કોય વસ્તુની કમી રેહે નય.


કેમ કે, આપડે પણ પેલા હમજણ વગરના અને પરમેશ્વરની આજ્ઞા નો માનનારા, અને ભરમમાં પડેલા, અને દરેક પરકારના ખરાબ કામો કરવાની ઈચ્છા રાખતા હતાં અને મોજ-મજાના ગુલામ હતા. અને એક-બીજાની હારે ઈર્ષા અને વેર રાખવામાં જીવન જીવતા હતાં, અને દરેક માણસ એક-બીજાને ધીકારતા હતા.


વિશ્વાસથી જ રાહાબ વેશ્યા પરમેશ્વરની આજ્ઞા નો માનવાવાળાઓથી બસી ગય, કેમ કે રાહબને ઈઝરાયલનાં જાસુસોનો શાંતિથી આવકાર કરયો હતો.


ઈ હાટુ આપડે ઈ આરામની જગ્યામાં આવવા હાટુ જેટલી થય હકે એટલી કોશિશ કરવી જોયી, એવું નો થાય કે, કોય એની જેમ પરમેશ્વરની આજ્ઞા માનવાનો નકાર કરી દેય અને સજા ભોગવે.


તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો.


તમે પરભુ ઈસુ મસીહની પાહે આવ્યા છો. ઈ એક ઘરના પાયામાં રાખેલા મુખ્ય પાણાની જેમ છે, પણ ઈ એક જીવતો પાણો છે, કેટલાક લોકોએ એને અપનાવો નોતો, પણ પરમેશ્વરે એને ગમાડી લીધો અને એને બોવજ કિમતી માંને છે, અને જેવી રીતે લોકો પાણાઓથી ઘર બનાવે છે એવી જ રીતે પરમેશ્વર તમને એક હારે એક ટોળામાં ભેગા કરી રયો છે, જેમાં એનો આત્મા રેય છે એટલે કે, જે ઈસુ મસીહે આપડા હાટુ કરયુ, એના દ્વારા તમે ઈ યાજકોની જેમ જે બલિદાન સડાવે છે, એવા કામો કરો, જે પરમેશ્વરને રાજી કરે છે.


અને વળી શાસ્ત્રમા એવુ હોતન લખેલુ છે કે, “આ પાણો લોકોને ઠેય ખાવાનું કારણ બનશે. આ એક ખડક છે, જે એના પડવાનું કારણ થાહે.” ઈ એવી રીતે પડે છે કેમ કે, તેઓ પરમેશ્વરનાં સંદેશાને માનવાની ના પાડે છે. પરમેશ્વરે એની હારે આવું થાવાની યોજના બનાવી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ