1 પિતરનો પત્ર 2:6 - કોલી નવો કરાર6 આ એવુ જ છે જેવું પરમેશ્વર શાસ્ત્રમા કેય છે, જોવો! મે એક કિંમતી પાણો ગમાડયો છે જે સિયોન શહેરના ઘરને મજબુત બનાવવા હાટુ ઉપયોગ કરવામા આવે છે. જે કોય પણ એની ઉપર ભરોસો કરે છે, ઈ શરમાહે નય. အခန်းကိုကြည့်ပါ။ |
તમે પરભુ ઈસુ મસીહની પાહે આવ્યા છો. ઈ એક ઘરના પાયામાં રાખેલા મુખ્ય પાણાની જેમ છે, પણ ઈ એક જીવતો પાણો છે, કેટલાક લોકોએ એને અપનાવો નોતો, પણ પરમેશ્વરે એને ગમાડી લીધો અને એને બોવજ કિમતી માંને છે, અને જેવી રીતે લોકો પાણાઓથી ઘર બનાવે છે એવી જ રીતે પરમેશ્વર તમને એક હારે એક ટોળામાં ભેગા કરી રયો છે, જેમાં એનો આત્મા રેય છે એટલે કે, જે ઈસુ મસીહે આપડા હાટુ કરયુ, એના દ્વારા તમે ઈ યાજકોની જેમ જે બલિદાન સડાવે છે, એવા કામો કરો, જે પરમેશ્વરને રાજી કરે છે.
પોતાના બધાય પત્રોમાં જે એણે વિશ્વાસુને લખેલા છે, ઈ આવી રીતે જ વાત કરે છે. જે એણે તમને લખ્યું છે, પણ કેટલીક વાતો જે એણે પોતાના પત્રોમાં લખી છે એને હમજવી કઠણ છે, જે લોકોએ હારી રીતે શિક્ષણ નથી લીધું અને જેને નક્કી નથી, કે ઈ શું વિશ્વાસ કરે છે, તેઓ આ કઠણ વાતોના અર્થને ખોટી રીતેથી હમજાવી બતાવે છે, એવી જ રીતે કે જેમ શાસ્ત્રના બીજા ભાગોને પણ ખોટી રીતેથી હમજાવે છે. એવુ કરીને તેઓ પોતે જ પરમેશ્વર દ્વારા પોતાને દંડ દેવાનું કારણ બને છે.