Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 2:4 - કોલી નવો કરાર

4-5 તમે પરભુ ઈસુ મસીહની પાહે આવ્યા છો. ઈ એક ઘરના પાયામાં રાખેલા મુખ્ય પાણાની જેમ છે, પણ ઈ એક જીવતો પાણો છે, કેટલાક લોકોએ એને અપનાવો નોતો, પણ પરમેશ્વરે એને ગમાડી લીધો અને એને બોવજ કિમતી માંને છે, અને જેવી રીતે લોકો પાણાઓથી ઘર બનાવે છે એવી જ રીતે પરમેશ્વર તમને એક હારે એક ટોળામાં ભેગા કરી રયો છે, જેમાં એનો આત્મા રેય છે એટલે કે, જે ઈસુ મસીહે આપડા હાટુ કરયુ, એના દ્વારા તમે ઈ યાજકોની જેમ જે બલિદાન સડાવે છે, એવા કામો કરો, જે પરમેશ્વરને રાજી કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 2:4
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ વેતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાહે આવો, ને હું તમને વિહામો આપીશ.


“જુઓ, આ મારો સેવક છે, જેને મે ગમાડયો છે, ઈ મારો વાલો જેની ઉપર હું રાજી છું: એની ઉપર હું મારો આત્મા મુકય; ઈ બિનયહુદીઓનો ન્યાયનો સંદેશો પરગટ કરશે.


ઈસુએ તેઓને કીધુ કે, “જે પાણાનો નકાર ઘર બાંધનારાઓએ કરયો, ઈજ ખૂણાનો મુખ્ય પાણો થયો ઈ પરભુથી બન્યો ઈ આપડી નજરમાં નવીન છે, ઈ શું તમે શાસ્ત્રવચનમાં કોયદી નથી વાસ્યુ?”


થોડીકવાર પછી જગતના લોકો મને પાછો નય જોય, પણ તમે મને જોહો કેમ કે, હું જીવું છું ઈ હાટુ તમે પણ જીવશો.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


કેમ કે, જેમ બાપને પોતાનામાં જીવન છે, ઈ જ રીતે દીકરાને પણ પોતાનામાં જીવન આપવાનો અધિકાર એણે આપ્યો છે.


તો પણ તમે મારી પાહે નથી આવવા માગતા જેથી તમને અનંતજીવન મળે.


બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ.


જેમ જીવતા બાપે મને મોકલ્યો છે અને હું બાપની આશરે જીવું છું, એમ જ જે મને ખાય છે, ઈ પણ મારા આશરે જીવું છે.


કેમ કે, જઈ આપડે પરમેશ્વરનાં વિરોધી હતાં તઈ એના દીકરાના મરણથી પરમેશ્વરની હારે આપડુ સમાધાન થયુ, એથી હવે એના જીવને લીધે આપડો બસાવ ઈ બોવ જ ખાતરીપૂર્વક છે!


આ ઘરમાં જે બનાવવામાં આવે છે, ઈસુ મસીહ ઈ ઘરનો પાયાની જેમ છે. ઈ ખાલી એક અને આ ઈ જ ખાલી આધાર છે, આનો અરથ છે ઈસુ મસીહ જ એક ખાલી તરીકો છે જેનાથી લોકો પરમેશ્વરને ઓળખે છે.


મસીહ જે તમને નવું જીવન આપે છે, ઈ જઈ ધરતી ઉપર પાછો આયશે, તઈ તમે પણ એની હારે જોવા મળશો, અને તમે એની મહિમામાં ભાગીદાર થાહો.


એની બદલે, પરમેશ્વરે તમને મસીહનાં કિંમતી લોહીથી વેસાતી લીધા. જે એના દેહમાંથી વહયું જઈ ઈ મરી ગયો. મસીહ ઘેટાના બસ્સા જેવો હતો. જે યહુદી યાજકોએ અર્પણ કરયો; એકદમ નિષ્કલંક, કોય દોષ કે ડાઘ વગરનો


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


પણ જે એની ઉપર વિશ્વાસ કરવાથી મનાય કરે છે ઈ કડીયા એની જેવા છે જેની વિષે શાસ્ત્ર વાત કરે છે “ઈ પાણો જે કડીયાઓએ નકારી દીધો હતો ઈ મકાનમાં બધાયથી મુખ્ય પાણો બની ગયો છે.”


હું સિમોન પિતર જે આપડા તારનાર ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું આ પત્ર લખી રયો છું, હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોની હાટુ લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, ક્પાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતના જુદા-જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.


ઈજ શક્તિશાળી સામર્થ દ્વારા એણે આપણને બોવજ મહાન અને કિંમતી ભેટો આપી છે જે એણે વાયદો કરયો છે, ઈ ભેટોનો ઉપયોગ કરીને આપડે જગતમાં ઈ ભુંડી ઈચ્છાઓથી બસી હકીયે છયી જે લોકોનો નાશ કરે છે અને પરમેશ્વરનાં પોતાના સ્વભાવનામાં ભાગીદાર થય હકી છયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ