25 હાસીન તમે ઈ ઘેટાની જેવા હતાં, જે ખોવાય ગયા હતાં, પણ હવે તમે આત્માના ભરવાડ એવા ઈસુની પાહે પાછા આવ્યા છો, જે એક આગેવાન ભરવાડની જેમ પોતાના ઘેટાઓની હંભાળ રાખે છે.
તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.
ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.
ઈ એવા લોકોની આત્માઓ હતી, જેણે ઘણાય વખત પેલા પરમેશ્વરની આજ્ઞાનો નકાર કરયો હતો, જઈ નૂહ પોતાના વહાણને બનાવી રયો હતો તઈ પરમેશ્વર શાંતિથી વાટ જોતો હતો, ઈ જોવા કે, શું ઈ લોકો પસ્તાવો કરશે, પણ ખાલી આઠ લોકોને ઈ ભયાનક પુરથી બસાવ્યા.