22 યાદ રાખો કે, કેમ મસીહે પોતાનુ સંસાલન કરયુ, એણે કોય દિ પાપ નથી કરયુ, અને એણે ક્યારેય લોકોને દગો દેવા હાટુ કાય નથી કીધું.
જઈ પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો, તઈ એની બાયડીએ એને કાક મોકલાવ્યું કે, ઈ નિરદોષને કાય પણ કરતો નય કેમ કે, આજે મેં સપનામાં એની લીધે ઘણુંય દુખ ઉઠાવું છે.
“જે માણસ નિર્દોષ છે એને મરણ હાટુ પકડાવીને મે પાપ કરયુ છે,” તઈ તેઓએ એને કીધુ કે, “એમા અમારે કાય લેવા-દેવા નથી, એની હાટુ તું જવાબદાર છે.”
અને આપડે તો ન્યાય પરમાણે સજા મળી છે, કેમ કે આપડે આપડા કામો પરમાણે સજા મળી છે, પણ એણે તો કોય પણ ખોટુ કામ કરયુ નથી.”
જમાદારે ન્યા જે જે થયુ, ઈ જોયને એણે પરમેશ્વરની મહીમા કરીને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
ઈસુ નથાનિએલે પોતાની પાહે આવતો જોયને એના વિષે કીધું કે, “જોવ ખરેખર ઈઝરાયલ દેશનો છે; જે પુરી રીતે હાસો માણસ છે.”
તમારામાથી કોણ મને પાપી સાબિત કરી હકે છે? તો જઈ હું હાસુ બોલું છું, તો તમે મારો વિશ્વાસ કેમ નથી કરતાં?
મસીહે પોતે પાપ જાણ્યું નોતું, એને આપડી હાટુ પોતાને પાપરૂપ કરયા, જેથી આપડે એનામાં પરમેશ્વરનાં ન્યાયીપણા રૂપ થાયી.
કેમ કે, આપડા આયા મોટો પ્રમુખ યાજક આપડી દરેક નબળાય ઉપર દયા કરે છે, પણ ઈ એક જ છે, જે આપડી જેમ દરેક વાતોમાં પરીક્ષણમાં પડયો તોય એણે કોય પાપ કરયુ નય.
એમ જ મસીહે ઘણાયના પાપો માથે લેવા હાટુ એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ એની વાટ જોય છે તેઓના સબંધમાં તારણના અરથે ઈ બીજી વખત પાપ વગર પરગટ થાહે.
મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.
અને તમે જાણો છો કે, ઈસુ મસીહ ઈ હાટુ આવ્યો કે, આપડા પાપોની સજા લય જાહે, અને એમા કોય પાપ નથી.
તેઓ કોયદી ખોટુ નથી બોલ્યા, કેમ કે, તેઓ નિરદોષ છે.