Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 2:21 - કોલી નવો કરાર

21 એક કારણ જેની હાટુ પરમેશ્વરે તમને ગમાડીયા છે, ઈ આ છે કે તમે પીડા સહન કરો. જઈ મસીહે તમારી હાટુ પીડા સહન કરી, ઈ તમારી હાટુ એક દાખલો બની ગયો, જેથી તમે એણે જે કરયુ એનુ અનુસરણ કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 2:21
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જે મારો ચેલો બનવા પોતાનું વધસ્થંભ ઉસકીને દુખ સહન કરવા અને મરવા હાટુ તૈયાર નો રેય, ઈ મારો ચેલો બનાવને લાયક નથી.


તમે મારા આધીન થાઓ, ને મારી પાહે શીખો; કેમ કે હું આત્મામાં નમ્ર અને રાંકડો છું, ને તમે તમારા મનમાં વિહામો પામશો.


પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”


તમે ખરેખર આ જાણ્યું હશે કે, આ જરૂરી હતું કે, મસીહ હાટુ આ બધીય વાતોમાં દુખ ઉઠાવીને મરવું પડશે, અને પછી એના મહિમાવાન સ્વર્ગીય ઘરમાં જાહે.”


કેમ કે, મે તમને નમુનો દેખાડયો છે, જેથી જેવું મે તમારી હારે કરયુ છે, તમે પણ એવુ જ કરતાં રયો.


હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”


અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”


અને પાઉલે તેઓને ખુલાશો આપીને સાબિત કરયુ કે, મસીહે દુખ સહેવું, અને મરણમાંથી પાછુ જીવતું ઉઠવું જરૂરી હતું. એણે કીધું કે, “આ ઈસુ જેના વિષે તમને કવ છું, ઈ જ મસીહ છે.”


અને લોકોને મારા વિષયમાં કેવાના કારણે, એને કેવા-કેવા દુખ સહન કરવા પડશે, ઈ હું એને બતાવય.”


કેમ કે, જેને એણે પેલાથી જ ગમાડી લીધો છે એને પેલાથી જ પાકુ કરી લીધું કે, ઈ પોતાના દીકરાની જેવો થય જાહે, જેથી એનો દીકરો ઘણાય બધાય ભાઈઓની વસે પેલો થાહે.


તમે લોકો મારૂ અનુસરણ કરો, જેવી રીતે હું મસીહ પરમાણે હાલું છું


મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.


જેવો ઈસુ મસીહનો સ્વભાવ હતો એવો જ તમારો પણ સ્વભાવ હોય.


કેમ કે, કોય આ સતાવના કારણે વિશ્વાસ કરવાનું છોડી નો દેય, તમે પોતે જાણતા હતાં કે, આપડે દુખ સહન કરવુ પડશે.


કેમ કે, તમે જાણો છો કે, જે શિક્ષણ અમે તમને આપ્યુ છે, આ ઈ જ છે જે પરભુ ઈસુએ કીધું કે, અમે તમને બતાવી.


તેઓ બધાય લોકોની સતાવણી કરવામા આયશે, જે ઈસુ મસીહની સેવામાં ચેલા બનીને જીવન વિતાવા માગે છે.


કેમ કે, બધી વસ્તુઓને બનાવનાર અને હાસવી રાખનાર પરમેશ્વરને ઈ બોવ ઓછુ હતું કે, ઈ તેઓના ઘણાય લોકોને પોતાની મહિમાના ભાગીદાર બનાવે ઈ લોકોનું તારણ પરભુ ઈસુના દુખ દ્વારા પુરે પુરૂ કરે.


પરમેશ્વરે એને આવું કરવા હાટુ જગતની રસના કરયા પેલા જ ગમાડી લીધો. પણ પરમેશ્વરે એને તમારી હામે હવે પરગટ કરયો, જઈ જગત જલદી જ નાશ થય જાહે.


એણે પોતે પોતાના દેહમાં આપડા પાપોની હાટુ સજા ભોગવી, જઈ ઈ વધસ્થંભ ઉપર મરી ગયો, જેથી આપડે પાપ કરવાનું છોડીને હાસી રીતે જીવવાનું શરુ કરી. કેમ કે, તેઓએ એને મરણતોલ કરી દીધો પરમેશ્વરે તમને હાજા કરયા છે.


હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.


ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.


ઈ હાટુ જઈ મસીહે પોતાના દેહમાં રેતી વખતે દુખ સહન કરયુ, ઈ હાટુ તમારે પણ એવી જ રીતે દુખ સહન કરવા તૈયાર રેવું જોયી, જે એનામા હતું, કેમ કે, જો તમે મસીહ હાટુ દુખ સહન કરવા તૈયાર છો, તો તમે પાપ નય કરવાનું નક્કી કરી લીધું છે.


એની બદલે, રાજી થાવ કે, તમને હોતન એવી વસ્તુઓથી પીડા છે, જે મસીહે સહન કરયા. જઈ તમે પીડા ભોગવો છો તઈ હરખાવ, જેથી તમે બોવજ રાજી થાહો, જઈ મસીહ પાછો આયશે અને બધાયને દેખાડશે કે, ઈ કેટલો મહિમાવાન છે.


જે કોય આ કેય છે કે, હું પરમેશ્વરમાં બનેલો રવ છું તો એને પણ પોતે જેમ ઈસુ મસીહ રેતા હતાં એમ જ રેવું જોયી.


આપડે એનાથી પ્રેમ વિષે જાણી કે, ઈસુ મસીહે આપડા લીધે પોતાનો પ્રાણ આપી દીધો, એટલે આપડે પણ આપડા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હાટુ પ્રાણ દેવો જોયી.


આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ