Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 2:15 - કોલી નવો કરાર

15 પરમેશ્વર ઈચ્છે છે કે, તમે ભલા કામ કરો જેથી તમે ઈ મુરખ લોકોને તમારી વિરુધ ખોટા આરોપ લગાડવાથી રોકી હકો જે પરમેશ્વરને નથી જાણતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 2:15
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓમાં પાંસ મુરખ હતી, અને પાંસ બુદ્ધિશાળી હતી.


પણ જે મારી વાત હાંભળે છે અને ઈ માનતો નથી. ઈ એક મૂરખા માણસ જેવો છે, જેણે પોતાનુ ઘર રેતી ઉપર બાંધ્યુ.


આ કારણથી કે, પરમેશ્વરને જાણયા પછીય તેઓએ એને પરમેશ્વરનાં રૂપમાં માન આપ્યુ નય, અને આભાર માન્યો નય, પણ ઈ પુરી મુરખાયથી વિસારે છે તેઓ એવી રીતે નથી વિસારતા જેમ તેઓને વિસારવુ જોયી, એટલે તેઓના મન આંધળા થયા છે.


ઓ ગલાતીઓના અણહમજુ લોકો તમારી હામે વધસ્થંભે મરણ પામેલ ઈસુ મસીહને હાજરા હજુર રજુ કરવામાં આવ્યો હતો, તો પછી તમને કોણે ભરમાવ્યા?


પરમેશ્વરની ઈચ્છા આ છે કે, તમે પવિત્ર બનો અને છીનાળવા નો કરો.


દરેક સંજોગોમાં પરમેશ્વરને ધન્યવાદ આપો કેમ કે, તમારી હાટુ ઈસુ મસીહમા પરમેશ્વરની આજ ઈચ્છા છે.


હું પેલા નિંદા કરનારો અને વિશ્વાસી લોકોને સતાવનારો અને તેઓનું નુકશાન કરનારો હતો, તો પણ મારી ઉપર પરમેશ્વરની દયા થય કેમ કે, મે આ બધુય હંમજા વગર, અને જઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ નો કરતો હતો તઈ ઈ બધાય કામો કરતો હતો.


તારા શિક્ષણમાં સદાય હાસાય હોવી જોયી; જેથી કોય એને ખરાબ નો કય હકે; જેથી તારા વેરીઓ શરમાય જાય કેમ કે, કાય પણ એવુ ખરાબ નો થાય; જેથી ઈ આપડી વિરુધમાં કાય કય હકે નય.


કેમ કે, આપડે પણ પેલા હમજણ વગરના અને પરમેશ્વરની આજ્ઞા નો માનનારા, અને ભરમમાં પડેલા, અને દરેક પરકારના ખરાબ કામો કરવાની ઈચ્છા રાખતા હતાં અને મોજ-મજાના ગુલામ હતા. અને એક-બીજાની હારે ઈર્ષા અને વેર રાખવામાં જીવન જીવતા હતાં, અને દરેક માણસ એક-બીજાને ધીકારતા હતા.


એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.


તમારી બુદ્ધિ પણ સોખી રાખો, જેથી જે વાતો વિષે તમારી બદનામી થાય છે ઈ વિષે જે મસીહમા તમારા હારા વર્તનનુ અપમાન કરે છે, તેઓ શરમાહે. છતાય નમ્રતાથી આવું કરો.


કેમ કે, કોય દિ પરમેશ્વર તમારી ઉપર મુશ્કેલીઓ અને દુખ આપી હકે છે, જઈ કે તમે તો હારા કામ કરયા છે, પણ આ ઈ મુશ્કેલી અને દુખથી હારા છે જે આ કારણે આવે છે કેમ કે, તમે ખરાબ કામ કરયા છે.


પરિણામ રૂપે ઈ માણસ આ પૃથ્વી ઉપર પોતાનુ પુરું જીવન પોતાની પાપી માનવીય ઈચ્છાઓ પુરી કરતો નય જીવે પણ ઈ ઈજ કરશે, જે પરમેશ્વર ઈચ્છે છે, ઈ પરમાણે કરે.


પણ ઈ જંગલી જનાવરો જેવા છે, આ જનાવરોને ખબર નથી કે કેવુ વિસારવું જોયી અને એમનો હેતુ ખાલી પકડાય જાવુ અને મરી જાવુ છે. ઈ લોકો કાય પણ કરે છે, જે એના મનમા આવે છે, અને ન્યા હુધી કે, આ ઈ વસ્તુઓનું અપમાન કરે છે, જે એને હમજવામાં પણ નથી આવતી. ઈ પાક્કી રીતે નાશ થય જાહે.


પણ આ લોકો ઈ વાતોની વિરુધ અપમાનજનક રીતે બોલે છે, જેને તેઓ નથી જાણતા અને જે વાતોને ઈ જાણે છે એને સ્વાભાવિક રીતે વિવેક વગરના જનાવરોની જેમ કરે છે, તો ઈ આવા પાપીલા કામો કરવાથી પોતાનો જ નાશ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ