Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 1:17 - કોલી નવો કરાર

17 જઈ તમે પ્રાર્થના કરો છો તો તમે પરમેશ્વરને હે બાપ કયને પ્રાર્થના કરો છો, પણ યાદ રાખો કે પરમેશ્વર પક્ષપાત નથી કરતો, અને દરેકનો કામ પરમાણે ન્યાય કરે છે. ઈ હાટુ જ્યાં હુધી તમે આ જગતમાં પરદેશી થયને રયો છો, ન્યા હુધી પરમેશ્વરની બીક રાખીને જીવન જીવો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 1:17
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે.


પછી તેઓએ પોતાના ચેલાઓને હેરોદ રાજાને માનવાવાળાઓ સહિત એની પાહે મોકલીને કેવડાવું કે, “ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસા છો, તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, અને તમે કોયની પરવા કરતાં નથી કેમ કે, તમે માણસો વસ્સે પક્ષપાત કરતાં નથી,


આથી તમારે આવી રીતે પ્રાર્થના કરવી જોયી હે પરમેશ્વર અમારા બાપ, તું જે સ્વર્ગમાં છો, તારા નામને માન મળે,


આ હાસુ છે. અવિશ્વાસને લીધે એને તોડી નાખવામાં આવી, અને વિશ્વાસને લીધે તુ ઈ જગ્યાએ ટકી રયો છો; છતાં અભિમાન કરવુ નય, પણ બીક રાખ,


આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.


ઈ હાટુ આપડે સદાય હિમંતવાન છયી અને એવું જાણી છયી કે, જ્યાં હુધી આપડે દેહમાં રેયી છયી, ન્યા હુધી આપડે સ્વર્ગીય ઘરમાં નથી જય હકતા, જ્યાં પરભુ રેય છે.


વાલાઓ, જઈ આપણને આ વાયદો દેવામાં આવ્યો છે, તો આવો, આપણે પોતાની જાતને દેહ અને આત્માના બધાય ખરાબ કામો કરવાનું બંધ કરી, અને પરમેશ્વરનો ભય રાખતી વખતે પુરી રીતેથી પવિત્ર જીવન જીવવા હાટુ કોશિશ કરાયી.


કેમ કે, તમારે પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થયા, એની દ્વારા તમારામાં કેટલો બદલાવ આવ્યો એનો વિસાર કરો, એનાથી તમે અને બદલો લેવાનો વિસાર ઉત્પન થયો? તમે બધાય પરકારથી આ સિદ્ધ કરીને દેખાડયું કે, તમે આ વાતોમાં નિર્દોષ છો,


યરુશાલેમની મંડળીના ઈ આગેવાનોએ મારા શિક્ષણમાં કાય પણ નથી જોડયું. મને આ વાતથી કાય ફરક નથી પડતો કે, ઈ આગેવાનો કોણ છે કેમ કે, પરમેશ્વર બારનું રૂપ જોયને ન્યાય નથી કરતો.


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, આપણા પરભુ ઈસુ મસીહના મહિમામય બાપ, તમને આત્મા દેય, જે તમને હમજદાર બનાવી દેહે અને પરમેશ્વરને તમારી ઉપર પરગટ કરશે, જેથી તમે એને ઓળખી હકો.


આ કારણથી, હું બાપ પરમેશ્વરની હામે ઘુટણે પડુ છું, અને પ્રાર્થના કરું છું


વળી માલિકો, તમે ચાકરોની હારે એમ જ વરતો, ધમકી આપવાનું છોડી દયો, અને જાણો કે, તેઓનો અને તમારો પણ એક જ માલીક સ્વર્ગમાં છે, અને એની પાહે કોયનો પક્ષ નથી.


એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.


કેમ કે, જે કોય ખરાબ કરે છે પરમેશ્વર એને સજા આપશે કેમ કે, પરમેશ્વર કોયનો ભેદભાવ નથી કરતો.


આ કારણે જઈ આપણને એવુ રાજ્ય મળે છે, જે ધરુજાવી નય હકાય, ઈ હાટુ પરમેશ્વર રાજી હોય આ રીતેથી આપડે એનું ભજન માનથી અને બીકથી કરી.


પરમેશ્વરે આપણને આરામની જગ્યામાં આવવાનો વાયદો કરયો અને ઈ અત્યારે પણ છે, ઈ હાટુ આપડે સાવધાન રેવું જોયી, એવું નો થાય કે, તમારામાંથી કોય પણ ઈ આરામની જગ્યા ઉપર જાવામાં નિષ્ફળ નીવડે.


વાલાઓ, તમે આ જગતમાં વિદેશીઓ અને પ્રવાસી જેમ રયો છો, હું તમને સેતવણી આપું છું કે, તમે ઈ બધીય ખરાબ દેહિક ઈચ્છાઓથી બસો કેમ કે, ઈ તમારી પોતાની આત્માની વિરુધ સદાય બાધે છે.


એની કરતાં પોતાના હૃદયમાં સ્વીકાર કરો કે, મસીહ તમારો પરભુ છે, જેને તમે પ્રેમ કરો છો, કોયને પણ જવાબ દેવા હાટુ સદાય તૈયાર રયો, જે તમારી આગળ માંગણી કરે છે કે, તમે એને બતાવો કે તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીને શું આશા રાખો છો કે, પરમેશ્વર તમારી હાટુ કરે. પણ એને નમ્રતા અને સન્માનથી જવાબ દયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ