10 ઘણાય વખત પેલા આગમભાખીયાઓ સંદેશો કેતા હતાં કે, પરમેશ્વરે તેઓને દેખાડ્યું હતું કે, કેવી રીતે એક દિ ઈ તમને કૃપાથી બસાવે. તેઓએ આ વાતુની બોવ જ હાસી રીતે તપાસ કરી.
કેમ કે હું તમને હાસુ કવ છું કે, તમે જે જોવો છો ઈ ઘણાય આગમભાખીયાઓ અને ન્યાયીઓ જોવા માગતા હતાં, પણ ઈ જોયું નય; અને તમે જે હાંભળો છો, ઈ તેઓ હાંભળવા માંગતા હતાં, પણ હાંભળ્યું નય.
હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”
કેમ કે, હું તમને કવ છું કે, તમે જે જોવો છો ઈ ઘણાય આગમભાખીયાઓ અને રાજાઓ જોવા માગતા હતાં, પણ તેઓએ જોયું નય; અને તમે જે હાંભળો છો, ઈ તેઓ હાંભળવા માગતા હતાં, પણ હાંભળ્યું નય.”
પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”
તમારા વડવાઓએ દરેક આગમભાખીયાઓને સતાવ્યા, જેને પરમેશ્વરે મોકલા હતા. તેઓએ ઈ આગમભાખીયાઓને મારી નાખ્યા જેણે મસીહ જે ન્યાયી છે એના આવવાની આગમવાણી કરી અને હવે તમે એને પકડનારા અને મારી નાખનારા બની ગયા.
આ બધાય લોકો જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતાં હતા, પરમેશ્વરનાં વાયદાને મેળવા વગર મરી ગયા. પણ તેઓ એને છેટેથી જોયને રાજી થયા, અને મનમાં માની લીધું, અને આ પણ હંમજી લીધું કે આપડે આ જગતમાં પરદેશી છયી.
ઈ હાટુ પરમેશ્વરનું પાલન કરવા હાટુ પોતાના મગજને તૈયાર કરો. મારો મતલબ ઈ છે કે, તમારે તમારા મનને નિયંત્રણ કરવા જોયી. આશા રાખો કે, તમે હારી વસ્તુઓ મેળવશો જે પરમેશ્વર કૃપાથી તમારી હાટુ કરશે જઈ ઈસુ મસીહ સ્વર્ગથી પાછો આયશે.