આ ઈસુ મસીહ છે, જેને પરમેશ્વરે આ જગતમાં મોકલ્યો અને એણે પાણીથી જળદીક્ષા લીધી અને ફરીથી જઈ એનુ મરણ થયુ તો એનુ લોહી વેહેડાવ્યુ. ઈ ખાલી જળદીક્ષા લેવા હાટુ નય પણ વધસ્થંભ ઉપર એનુ લોહી વેહેડાવીને મરવા હાટુ પણ આવ્યો હતો, પવિત્ર આત્મા બતાવે છે કે, ઈસુ મસીહ પરમેશ્વર તરફથી આવ્યો, અને જે પવિત્ર આત્મા બતાવે છે ઈ હાસુ છે.