1 યોહાન 5:6 - કોલી નવો કરાર6 આ ઈસુ મસીહ છે, જેને પરમેશ્વરે આ જગતમાં મોકલ્યો અને એણે પાણીથી જળદીક્ષા લીધી અને ફરીથી જઈ એનુ મરણ થયુ તો એનુ લોહી વેહેડાવ્યુ. ઈ ખાલી જળદીક્ષા લેવા હાટુ નય પણ વધસ્થંભ ઉપર એનુ લોહી વેહેડાવીને મરવા હાટુ પણ આવ્યો હતો, પવિત્ર આત્મા બતાવે છે કે, ઈસુ મસીહ પરમેશ્વર તરફથી આવ્યો, અને જે પવિત્ર આત્મા બતાવે છે ઈ હાસુ છે. အခန်းကိုကြည့်ပါ။ |
પરમેશ્વરે એને સડાવ્યો જેથી મસીહના લોહીથી ઈ એવુ બલિદાન બની જાય જેના દ્વારા લોકોના પાપોને એના વિશ્વાસના લીધે માફ કરી દેવામાં આવે. પરમેશ્વર આ દેખાડવા હાટુ કે ઈ ન્યાયી છે. ભૂતકાળમાં ઈ ધીરજવાન હતો અને લોકોના પાપોને ગણકારતો નોતો, પણ હાલના વખતમાં ઈ પોતાના પાપોનો બદલો આપે છે જેથી ઈ પોતાની ધાર્મિકતાને દેખાડી હકે આ રીતે પરમેશ્વર દેખાડે છે કે, ઈ પોતે ન્યાયી છે અને ઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરનારા બધાય લોકોને હાસા ઠરાવે છે.
એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.
જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે.
ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.
અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.