કેમ કે, ઈ લોકો તમારી વિષે બીજા લોકોને ઈ બતાવે છે કે, જઈ અમે તમારી પાહે આવ્યા તઈ તમે અમારો કેવો સ્વાગત કરયો, અને તમે કેવી રીતે મૂર્તિપૂજા મુકીને પરમેશ્વર તરફ વળ્યા, જેથી જીવતા અને હાસા પરમેશ્વરની સેવા કરો.
મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.
એને પીડાદેનારી આગનો ધુવાડો સદાય હાટુ ઉપરની બાજુએ ઉઠશે. પરમેશ્વર એને સતત રાત-દિ પીડા દેહે. આ ઈ લોકોની હારે થાહે જે પેલા હિંસક પશુ અને એની મૂર્તિનું ભજન કરે છે કા જે એના નામને એની ઉપર લખવાની છૂટ આપે છે.
બાકીની માણસજાત જે આ આફતોથી મરી નય, તેઓએ તેમના હાથોના કામ અંગે પસ્તાવો કરયો નય અને મેલી આત્માઓ અને હોના, સાંદી, કાહુ, પાણા અને લાકડીની મૂર્તિઓ જે જોવામા, હાંભળવામાં, હાલવામા સક્ષમ નથી, એનુ ભજન કરવાથી રોકાણા નય.