2 જઈ આપડે પરમેશ્વરથી પ્રેમ રાખી છયી, અને એની આજ્ઞાઓને પાળી છયી, તો એનાથી જ આપડે આ જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાનોથી પ્રેમ રાખી છયી.
ઈ વાતુની આજ્ઞા હું તમને ઈ હાટુ કવ છું કે, તમે એકબીજા ઉપર પ્રેમ રાખો.
જો આપડે પરમેશ્વરની આજ્ઞાઓ પાળશું તો એનાથી આપડે ખબર પડી જાહે છે કે આપડી સંગતી પરમેશ્વરની હારે છે.
પણ જે કોય પરમેશ્વરનાં વચનનું પાલન કરે છે, એનામા ખરેખર પરમેશ્વરનો પ્રેમ પુરો થયો છે, અને અમને એનાથી જ ખબર પડે છે કે, આપડે પરમેશ્વરમાં બનેલા રેયી છયી.
આપડે જાણી છયી કે, આપડે મરણની તાકાતમાંથી આઝાદ થય ગયા છયી અને હવે આપડી પાહે અનંતજીવન છે કેમ કે, આપડે પોતાના ભાઈઓથી પ્રેમ રાખી, જે પ્રેમ નથી રાખતા, ઈ મરણની પથારીમાં રેય છે.
પરમેશ્વરથી આપણને ઈ આજ્ઞા મળી છે કે, જે કોય પરમેશ્વરથી પ્રેમ રાખે છે, એને પોતાના વિશ્વાસી ભાઈથી પણ પ્રેમ રાખવો જોયી.