Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 5:18 - કોલી નવો કરાર

18 આપડે જાણી છયી કે, જે કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનો દીકરો ઈસુ, એને બસાવી રાખે છે, અને શેતાન એને અડી નથી હકતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 5:18
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તમારુ બોલવાનું હાની હા અને નાની ના હોય કેમ કે, ઈ કરતાં વધુ જે કાય પણ છે, ઈ શેતાનથી છે.


અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ શેતાનથી અમને બસાવ. કેમ કે, રાજય અને પરાક્રમ અને મહિમા સદાય હાટુ તમારા જ છે. આમીન.


તે પરમેશ્વરનાં સંતાન હતા. તેઓ સાધારણ માણસના જનમની જેમ કા માણસની ઈચ્છા પરમાણે જનમા નોતા. કા એક ધણીને બાપ બનવાની ઈચ્છાથી પણ નય.


મારી પાહે હવે તમારી હારે વાત કરવા હાટુ વધારે વખત નથી રયો, કેમ કે આ જગતનો અધિકારી શેતાન આવી રયો છે, એનો મારી ઉપર કોય અધિકાર નથી.


તમે મારામાં જોડાયેલા રયો અને હું તમારામા રેય; જેમ ડાળી વેલામાં રયા વગર પોતાની જાતે ફળ આપી હકતી નથી, એમ તમે પણ મારામાં રયા વગર ફળ આપી હકતા નથી.


જો તમે મારામાં રેહો, અને મારું શિક્ષણ તમારામા રેહે, તઈ જે કાય તમે ઈચ્છો ઈ માગો અને ઈ તમને મળશે.


જેવો બાપે મારી ઉપર પ્રેમ કરયો, એવો જ મે તમારી ઉપર પ્રેમ રાખ્યો, તમે મારા પ્રેમમાં બનેલા રયો.


અને જઈ ઈ ન્યા પૂગ્યો, તો પરમેશ્વરની કૃપાને જોયને રાજી થયો, અને બધાય વિશ્વાસી લોકોને સંદેશો દીધો કે તન મન લગાડીને પરભુને વળગી રયો.


એણે પોતાની ઈચ્છાથી આપણને હાસના વચન દ્વારા આપણને નવું જીવન આપ્યુ જેથી આપડે એની દ્વારા બનાવેલી દરેક વસ્તુઓનું બધાયથી મહત્વનો ભાગ હોય.


પરમેશ્વર આપડા બાપની પાહે શુદ્ધ અને નિર્મળ ભગતી આ છે કે, અનાથો અને રંડાયેલીની મુશ્કેલીમાં એની હારે રેય છે, અને પોતાની જાતને આ જગતના ખરાબ વેવારને આધીન નો થાવા દયો.


હું તમને એવુ કરવા હાટુ કવ છું કેમ કે, હવે તમે એક નવું જીવન જીવી રયા છો. તમને આ નવું જીવન કોય નાશ થાનારી વસ્તુથી નથી મળ્યું. પણ આ એક એવી વસ્તુની માધ્યમથી મળ્યું છે જે સદાય હાટુ રેહે, જો કે પરમેશ્વરનો વાયદો છે, જેની ઉપર તમે વિશ્વાસ કરયો છે.


કેમ કે, તમે જાણો છો કે, મસીહ ન્યાયી છે, તો આ પણ જાણો છો કે, જો કોય ન્યાયપણાનું કામ કરે છે, તો તેઓ પરમેશ્વરનાં સંતાન છે.


અને આદમના દીકરા કાઈનની જેવા નો બનો, જે શેતાન તરફથી હતો, અને એને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો. અને એના ભાઈને શું કામ મારી નાખ્યો? કેમ કે, એના કામો ખરાબ હતાં, અને એના ભાઈનાં કામો ન્યાયી હતા.


અને જે કોય મસીહ ઉપર આ આશા રાખે છે, ઈ પોતે ઈ જ રીતે પવિત્ર કરે છે, જેમ ઈ પવિત્ર છે.


જો કોય પરમેશ્વરનો સંતાન છે, ઈ વારંવાર પાપ નથી કરતો કેમ કે, પરમેશ્વરનું જીવન તેઓમાં બનેલુ રેય છે, અને ઈ વારંવાર પાપ કરી નથી હકતો કેમ કે, ઈ પરમેશ્વરનો સંતાન છે.


આપડે પરમેશ્વરનાં છયી. જે પરમેશ્વરને ઓળખે છે, ઈ આપડુ હાંભળે છે, જે પરમેશ્વરને નથી ઓળખતા ઈ આપડુ નથી હાંભળતા, ઈ જ રીતે આપડી આત્મા જે હાસુ બોલે છે અને દગાની આત્માને ઓળખી લયે છે.


ઈસુ ઈ જ મસીહ છે જે કોય આ વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરનાં સંતાન છે, અને જે કોય બાપ ઉપર પ્રેમ રાખે છે, ઈ એના સંતાનોથી પણ પ્રેમ કરે છે.


અને જઈ આપડે જાણી છયી કે, જે કાય પરમેશ્વરથી માગી છયી, ઈ આપડુ હાંભળે છે, તો આ પણ જાણી છયી કે, જે કાય અમે પરમેશ્વર પાહે માગ્યું છે, ઈ આપણને મળી ગયુ છે.


આપડે જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી, અને આખુ જગત શેતાનના કબજામાં છે.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


હે બાળકો, એવી દરેક મૂર્તિઓથી દુર રયો જે તમારા હૃદયમાં પરમેશ્વરની જગ્યા લય હકે છે.


કેમ કે, પરમેશ્વરનો સંતાન જગત ઉપર વિજય મેળવે છે. ઈ વિજય, જે જગતને હરાવે છે, ઈ આપડો વિશ્વાસ છે.


પોતાને પરમેશ્વરનાં પ્રેમમાં રાખો અને આપડો પરભુ ઈસુ મસીહની દયાની વાટ જોવો, જે તમને અનંતકાળનું જીવન આપશે.


પરમેશ્વર તમને એની ઉપર વિશ્વાસમા બનાવેલા રાખવામાં શક્તિશાળી છે. ઈ તમને પોતાની હાજરીમાં પણ લય લેહે જ્યાં સરસ અંજવાળું છે તમે બોવજ રાજી થાહો અને પાપથી બસેલા રેહો.


હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ