12 જે કોય પણ દીકરા હારે સંગતીમાં છે, એની પાહે અનંતકાળનું જીવન છે, અને જે કોય પણ પરમેશ્વરનાં દીકરાની હારે સંગતીમાં નથી, એની પાહે અનંતકાળનું જીવન પણ નથી.
જે કોય મારી ઉપર વિશ્વાસ કરે અને નિશાનીના રૂપમાં જળદીક્ષા લેય, તો ઈ મારી ઉપર અત્યારે જ વિશ્વાસ કરે છે, ઈ પરમેશ્વર દ્વારા પોતાના પાપો હાટુ અપરાધી થવાથી બસાવવામાં આયશે. પણ જે વિશ્વાસ નય કરે, ઈ અપરાધી ઠરશે.
હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.
પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે.
ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.
ઈ લોકો જેઓ હાસા શિક્ષણથી ભટકી જાય છે, અને મસીહના શિક્ષણનુ પાલન નથી કરતાં, ઈ પરમેશ્વરની હારે સંગતીમાં નથી. પણ જે કોય મસીહના શિક્ષણનું વારંવાર પાલન કરયુ છે. ઈ પરમેશ્વર બાપની હારે અને એનો દીકરો, ઈસુ મસીહની હારે સંગતીમાં છે.