Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 5:10 - કોલી નવો કરાર

10 જે પરમેશ્વરનો દીકરો ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, ઈ જાણે છે કે, પરમેશ્વરે જે કાય કીધું છે ઈ હાસુ છે. પણ જેણે પરમેશ્વર ઉપર વિશ્વાસ નથી કરયો, એણે પરમેશ્વરને ખોટો ગણયો કેમ કે, એણે સાક્ષી ઉપર વિશ્વાસ નથી કરયો, જે પરમેશ્વરે પોતાના દીકરાની વિષે આપી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 5:10
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.


જે પરમેશ્વરનાં દીકરા ઉપર વિશ્વાસ રાખે છે, એની ઉપર સજાની આજ્ઞા નથી થાતી, પણ જે એની ઉપર વિશ્વાસ નથી કરતો, ઈ અપરાધી ઠરી સુક્યો છે કેમ કે, પરમેશ્વરનાં એકનાં એક દીકરા ઉપર વિશ્વાસ નથી કરયો.


પણ જે કોયે એના ઉપર વિશ્વાસ કરયો છે તેઓને પાક્કું છે કે, પરમેશ્વર બધાય હાસનો પુરાવો છે, અને ઈ એક ખાલી બધાય હાસનો માપ મહોર છે.


અને એના વચનો તમારા હ્રદયમાં સ્થિર નથી રેતો કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ નથી કરતાં, કે એને મને મોકલ્યો છે.


ફીલીપે કીધું કે, “તુ જો પુરા મનથી વિશ્વાસ કરે છે. તો જળદીક્ષા લય હક છો.” એણે જવાબ દીધો કે, “હું વિશ્વાસ કરું છું કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો છે.”


પવિત્ર આત્મા પોતે જ આપડા આત્માની હારે સાક્ષી આપે છે કે, આપડે પરમેશ્વરનાં બાળકો છયી.


પણ મને આ દાખલા દ્વારા હમજાવવા દયો કે, એક રૂપીયાવાળા માણસનો એક દીકરો છે. જ્યાં હુધી ઈ એક બાળક છે, ન્યા હુધી એમા અને એક ચાકરની વસે કોય અંતર નથી, જો કે ઈ પોતાના બાપની બધીય મિલકતનો માલીક બનશે.


કેમ કે, આપડે એના દીકરા છયી ઈ હાટુ કે, પરમેશ્વરે પોતાના દીકરાનાં આત્માને આપડા હૃદયમાં મોકલ્યો છે, જે આત્મા પરમેશ્વરને “હે અબ્બા, હે બાપ” કયને હાંક મારે છે.


કેમ કે, આ એવુ છે, જેમ કે, જઈ મસીહ મરયો તઈ તમે પણ મરી ગયા, અને હવે તમારુ નવું જીવન મસીહની હારે પરમેશ્વરમાં હંતાડેલુ છે.


હે ભાઈઓ, સાવધાન રયો કે, તમારામાંથી કોયનું મન ખરાબ અને અવિશ્વાસી નો બને; જેથી જીવતા પરમેશ્વરનો નકાર કરી દેય છે.


ઈ હાટુ અમે આગમભાખીયાઓ દ્વારા લખાયેલા શાસ્ત્રમા બોવજ વધારે વિશ્વાસુ છયી, જો તમે આ સંદેશ ઉપર ધ્યાન આપશો, તો તમે એક હારું કામ કરશો, કેમ કે આ એક મશાલની જેમ છે જે અંધારાની જગ્યાએ સમકે છે, જયા હુધી કે દિવસ નથી નીકળતો અને મસીહનુ અંજવાળું તમારા હ્રદયમાં સમકે છે, જે રીતેથી પરોઢનો તારો જગતમાં અંજવાળું લીયાવે છે.


જો આપડે કેયી કે આપડે પાપ કરયુ નથી તો આપડે પરમેશ્વરને ખોટા ગણાવી છયી અને અમે એના વચનને કોયદી સ્વીકાર નથી કરયુ.


ઈસુ ઈ જ મસીહ છે જે કોય આ વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરનાં સંતાન છે, અને જે કોય બાપ ઉપર પ્રેમ રાખે છે, ઈ એના સંતાનોથી પણ પ્રેમ કરે છે.


આ કારણે અજગર ઈ બાય ઉપર બોવ ગુસ્સે થયો, એટલે એણે બાયના વંશજોની વિરુધ યુદ્ધની જાહેરાત કરી, એટલે ઈ લોકોની વિરુધ જે પરમેશ્વરની આજ્ઞાઓને માંને છે, અને ઈસુ દ્વારા શીખવાડેલ હાસા શિક્ષણો પરમાણે મજબુત બનેલા રેય છે.


ધ્યાનથી સંદેશાને હાંભળો, જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે. જે જીતી જાહે હું એને ગુપ્ત રાખેલુ મન્ના આપય, જે તમને મજબુત કરશે અને હું એને એક ધોળો પાણો હોતન આપય, જેની ઉપર હું એક નવુ નામ એની હાટુ કોતરય અને આ નામ જે હું આપુ છું, એને ખાલી ઈજ જાણશે.


હું આ બધુય ઈ અધિકાર હારે કરું છું જે બાપે મને દીધો અને હું એને વેલી હવારનો તારો આપય, જે મારી હારે શાસન કરનારા છે. જેથી આપણને આપડી જીત ઉપર બોવજ આનંદ મળે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ