Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 4:6 - કોલી નવો કરાર

6 આપડે પરમેશ્વરનાં છયી. જે પરમેશ્વરને ઓળખે છે, ઈ આપડુ હાંભળે છે, જે પરમેશ્વરને નથી ઓળખતા ઈ આપડુ નથી હાંભળતા, ઈ જ રીતે આપડી આત્મા જે હાસુ બોલે છે અને દગાની આત્માને ઓળખી લયે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 4:6
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારા બાપે મને બધુય હોપુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે, ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરા અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.”


મારા બીજા પણ ઘેટા જે મારા આ ઘેટાના વાડાના નથી, મારે તેઓને પણ લાવવા જરૂરી છે, તેઓ મારો હાક હાંભળીને ઓળખી લેહે. તઈ એક જ ટોળું થાહે, અને એક જ સરાવનારો થાહે.


મારા ઘેટા મારો હાદ હાંભળે છે, અને હું તેઓને ઓળખું છું, અને તેઓ મારા ચેલાઓ બને.


અને એના હાટુ રખેવાળ કમાડ ખોલી દેય છે, અને ઘેટાઓ એની અવાજને ઓળખી લય છે, અને ઈ પોતાના ઘેટાને નામ લયને બોલાવે છે, અને તેઓને બારે લય જાય છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, જે મને મોકલનારાનો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે, ઈ મને સ્વીકારે છે, અને જે કોય પણ મને સ્વીકારે છે, ઈ મને મોકલનારને પણ સ્વીકારે છે.”


કા ઈ આત્મા છે, જે પરમેશ્વરનાં વિષે હાસ પરગટ કરે છે, જેણે જગત પામી નથી હકાતું, કેમ કે ઈ નતો એને જોય છે અને નતો એને જાણતા, પણ તમે એને જાણો છો, કેમ કે ઈ તમારી હારે રેય છે અને તમારામા સદાય રેહે.


હું બાપના તરફથી તમારી હાટુ એક મદદગાર મોકલીશ, ઈ ઈજ આત્મા છે જે બાપના તરફથી આવે છે અને જે હાસાય પરગટ કરે છે, જઈ ઈ મારી વિષે બતાયશે.


તો પણ જઈ હાસાયનો આત્મા આયશે, તઈ ઈ તમને બધુય હાસમાં લય જાહે; કેમ કે, ઈ પોતાના વિષે કેહે નય; પણ જે કાય ઈ હાંભળશે ઈજ ઈ કેહે; અને જે જે થાવાનુ છે ઈ તમને કય બતાયશે.


આની ઉપરથી પિલાતે એને કીધું કે, તો તુ રાજા છો? ઈસુએ જવાબ દીધો કે, “તમે જ કયો છો કે, હું રાજા છું હું ઈ હાટુ જનમો અને ઈ હાટુ જગતમાં આવ્યો છું કે, હાસની વિષે સાક્ષી દવ. જે બધુય હાસનું છે, ઈ મારી વાણી હાંભળે છે.”


ઈસુએ પાછુ તેઓને કીધું કે, તમને શાંતિ મળે, જેમ મને બાપે મોકલ્યો છે, એમ જ હું પણ તમને મોકલું છું


ઈ હાટુ તેઓએ ઈસુને પુછયું કે, “તારો બાપ ક્યા છે?” ઈસુએ જવાબ દીધો કે, “નો તો તમે મને ઓળખોશો, અને નથી મારા બાપને ઓળખતા, જો મને ઓળખત તો તમે મારા બાપને પણ ઓળખત.”


ઈસુએ તેઓને કેતો રયો કે, “તમે આ ધરતી ઉપર જનમ લીધો છે, પણ હું સ્વર્ગથી આવ્યો છું, તમે આ જગતના છો, પણ હું આ જગતનો નથી.


આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.


જેમ લખેલુ છે, પરમેશ્વરે તેઓના મન જડ બનાવી દીધા છે. હજી હુધી તેઓની આખું જોતી નથી, અને કાન હાંભળતા નથી.


જો કોય માણસ પોતાની જાતને આગમભાખીયો કે આત્મિક હમજે, તો જે વાતો હું તમારી ઉપર લખું છું કે, તેઓ પરભુની આજ્ઞાઓ છે એવું એને હંમજવુ.


તમે ખાલી આજ વાતોને જોવ છો, જે આંખુની હામે દેખાય છે, જો કોયને પોતાની ઉપર આવો ભરોસો હોય કે, ઈ મસીહનું છે, તો આ પણ હમજી લેય કે, જેવું ઈ મસીહનું છે, એમ જ આપડે પણ મસીહના છયી.


અને જે લોકો પરમેશ્વરને નથી ઓળખતા, અને પરભુ ઈસુ મસીહના હારા હમાસારને માનતા નથી, તેઓને ઈ સજા આપશે.


પવિત્ર આત્મા સોખી રીતે આ વાત કેય છે કે, છેલ્લા વખતમાં થોડાક લોકો મસીહના શિક્ષણો ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેહે, અને ઈ ખોટા શિક્ષણો ઉપર વિશ્વાસ કરશે જે ભૂતોની તરફથી છે.


હું આવું ઈ હાટુ લખી રયો છું કેમ કે, હું ઈચ્છું છું કે, તમે ઈ વચનોને યાદ રાખો, જે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા કીધા હતાં અને આપડા તારનાર પરભુ ઈસુ મસીહના શિક્ષણને યાદ રાખો, જે તમને ઈ ગમાડેલા ચેલાઓએ દીધુ, જે તમારી પાહે આવ્યા હતા.


હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.


હે મારા વાલા બાળકો, તમે પરમેશ્વરનાં લોકો છો અને ખોટા આગમભાખીયાઓ ઉપર જય મેળવી છે, કેમ કે, પવિત્ર આત્મા જે તમારામા છે, ઈ શેતાનથી મોટી છે, જે જગતમાં છે.


જે બીજાઓને પ્રેમ નથી કરતાં ઈ પરમેશ્વરને નથી ઓળખતા કેમ કે, પરમેશ્વર પ્રેમ છે;


આપડે જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી, અને આખુ જગત શેતાનના કબજામાં છે.


પણ વાલાઓ, આપડા પરભુ ઈસુ મસીહના ગમાડેલા ચેલાઓ આ વાતો બોવ પેલા જ કય સુકયા છે જે હવે પછી થાહે, એને તમે યાદ કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ