જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
બધાયથી ખાસ વાત ઈ છે કે, દરેકની હારે ઈમાનદારીથી પ્રેમ કરો, કેમ કે, જો આપડે બીજાને પ્રેમ કરી છયી, તો આપડે ઈ તપાસ કરવાની કોશિશ નય કરી કે એણે શું પાપ કરયુ છે.
હે વાલા મિત્રો, હું તમને કોય નવી આજ્ઞા નથી લખતો, પણ ઈ જ જુની આજ્ઞા; જે શરુઆતથી તમને મળી છે. આ જુની આજ્ઞા ઈ વચન છે, જે તમે ગોતી છે જઈ તમે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો.
આપડે જાણી છયી કે, આપડે મરણની તાકાતમાંથી આઝાદ થય ગયા છયી અને હવે આપડી પાહે અનંતજીવન છે કેમ કે, આપડે પોતાના ભાઈઓથી પ્રેમ રાખી, જે પ્રેમ નથી રાખતા, ઈ મરણની પથારીમાં રેય છે.