“ઈ હાટુ હું તને કવ છું કે, ઘણાય બધાય પાપ જે ઈ બાયે કરયા હતાં, ઈ એને માફ થયા છે, કેમ કે, એણે ઘણોય પ્રેમ રાખ્યો, પણ જેને થોડું માફ થયુ છે, ઈ થોડોક પ્રેમ રાખે છે.”
તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.
કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.
પ્રેમ ખરેખર ઈ નથી કે, આપડે પરમેશ્વરને પ્રેમ કરયો પણ ખરેખર પ્રેમ આજ છે કે, પરમેશ્વરે આપણને પ્રેમ કરયો અને આપડા પાપોને છેટા કરવા હાટુ એણે પોતાના એકનાં એક દીકરાને બલિદાન થાવા હાટુ જગતમાં મોકલ્યો.
જો કોય કેય કે, “હું પરમેશ્વરથી પ્રેમ કરું છું,” પણ ઈ પોતાના વિશ્વાસી ભાઈથી વેર રાખે તો ઈ ખોટો છે કેમ કે, જે પોતાના વિશ્વાસી ભાઈથી નફરત કરે છે, જેણે એને જોયો છે, ઈ પરમેશ્વરથી પ્રેમ કરી જ નથી હકતો, જેને એને જોયો નથી.