18 પ્રેમમાં બીક નથી હોતી, પણ પુરો પ્રેમ બીકને દુર કરી નાખે છે કેમ કે, જે બીય છે ઈ સજાથી બીવે છે, અને જે બીક રાખે છે, ઈ પ્રેમમાં પુરો નથી થયો.
પણ ફરોશી ટોળાના લોકોએ કીધુ કે, “ઈ તો મેલી આત્માના સરદાર શેતાનની મદદથી મેલી આત્માઓને કાઢે છે.”
કેમ કે, ફરીથી બીક લાગે એવો ગુલામીનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને ખોળે બેહાડેલા દીકરાની જેમ આત્મા મળ્યો છે જેને લીધે આપડે હે બાપ, હે અબ્બા કયને હાંક મારી છયી.
કેમ કે, પરમેશ્વરે આપણને બીકનો આત્મા નય, પણ સામર્થથી અને એક-બીજા હારે પ્રેમ રાખવાનો અને બધીય વાતોમાં શિસ્તથી રેવાનો આત્મા આપ્યો છે.
આ કારણે જઈ આપણને એવુ રાજ્ય મળે છે, જે ધરુજાવી નય હકાય, ઈ હાટુ પરમેશ્વર રાજી હોય આ રીતેથી આપડે એનું ભજન માનથી અને બીકથી કરી.
તને વિશ્વાસ છે કે, એક જ પરમેશ્વર છે, તો તમે હારું કરો છો, અને મેલી આત્માઓ પણ આ વિશ્વાસ કરે છે, અને બીકથી ધ્રૂજવા મંડે છે.
પરમેશ્વરને ક્યારેય કોયે નથી જોયા, પણ જો આપડે એક-બીજાથી પ્રેમ રાખે, તો પરમેશ્વરનો પ્રેમ આપડામાં બનેલો રેય છે, અને એનો પ્રેમ આપડામા પુરો થાય છે.