17 એનાથી જ પ્રેમ અમારામાં પુરો થયો કે, ન્યાયના વખતે અમને હિંમત મળે કે, ઈ અમને સજા નય આપે, કેમ કે, આ જગતમાં પરમેશ્વરની હારે સંગતીમાં રેયી છયી જેમ કે, ઈસુ પરમેશ્વરની હારે સંગતીમાં રેય છે.
ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!
જે વાત મે તમને કીધી છે, એને યાદ રાખો કે ચાકર પોતાના માલિક કરતાં મોટો હોતો નથી, જો તેઓએ મને સતાવ્યો, તો ઈ તમને પણ સતાયશે. જો એણે મારૂ શિક્ષણ માન્યું છે, તો તમારું પણ માનશે.
કેમ કે, જો તમે બીજાઓની ઉપર દયાળુ નથી, તો પરમેશ્વર પણ તમારી ઉપર દયા કરશે નય. જઈ ઈ ન્યાય કરશે. પણ જો કોય બીજાઓની ઉપર દયા કરશે, તો પરમેશ્વર પણ એની ઉપર દયા કરશે જઈ ઈ ન્યાય કરશે.
જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.
પણ પરમેશ્વર ઈ જ આજ્ઞા દ્વારા આભ અને પૃથ્વીને; જે અત્યારે હયાત છે, રાખી રયો છે, એટલે કે, આગથી એનો નાશ કરી દેય. ઈ તેઓને ઈ દિવસ હાટુ રાખી રયો છે, જઈ ઈ ન્યાય કરશે અને ઈ લોકોનો નાશ કરી દેહે; જે એની આજ્ઞાનું પાલન નથી કરતા.
જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.