16 આપડે હારી રીતે જાણી છયી અને આપડે વિશ્વાસ પણ કરી છયી કે, પરમેશ્વર આપડાથી પ્રેમ કરે છે. પરમેશ્વર પ્રેમ છે, અને જેઓ પ્રેમમાં બનેલા રેય છે, તેઓ પરમેશ્વરમાં અને પરમેશ્વર તેઓમાં વાસ કરે છે.
પવિત્ર આત્માનો આજ અરથ છે જઈ તેઓ કેય છે, નો કોયે કોયદી જોયું છે, અને નો કોયદી કોયે હાંભળ્યું છે, અને નો કોયદી કોયે ઈ ભલી વસ્તુઓના વિષે હમજયો છે, જે પરમેશ્વરે ઈ લોકોની હાટુ તૈયાર કરી છે જે એને પ્રેમ કરે છે.
જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.
અને જે પરમેશ્વરની આજ્ઞાઓને પાળે છે, ઈ પરમેશ્વરની હારે અને પરમેશ્વર એની હારે સંગતીમાં રેય છે, અને એનાથી જ કા ઈ પવિત્ર આત્મા જે આપણને આપ્યો છે, ઈ હાટુ જાણી છયી કે, ઈ આપડી હારે સંગતીમાં રેય છે.