અને જો કોયને કોયની ઉપર આરોપ દેવાનો કોય કારણ હોય, તો એક્બીજાનું સહન કરી લ્યો, અને એકબીજાના ગુનાઓ માફ કરો, જેમ પરભુએ તમારા ગુનાઓ માફ કરયા, એમ તમે પણ કરો.
હે વાલા મિત્રો, હું તમને કોય નવી આજ્ઞા નથી લખતો, પણ ઈ જ જુની આજ્ઞા; જે શરુઆતથી તમને મળી છે. આ જુની આજ્ઞા ઈ વચન છે, જે તમે ગોતી છે જઈ તમે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો.
હવે હે બાય, હુ તને વિનવણી કરું છું કે, આપડે મસીહમાં એક-બીજાને પ્રેમ કરવો જોયી, આ કોય નવી આજ્ઞા નથી લખી રયો પણ આ ઈ જ આજ્ઞા છે જેને આપડે ઈ વખતથી જ જાણી છયી જઈ આપડે મસીહની પાછળ હાલવાનું સાલું કરયુ.