10 પ્રેમ ખરેખર ઈ નથી કે, આપડે પરમેશ્વરને પ્રેમ કરયો પણ ખરેખર પ્રેમ આજ છે કે, પરમેશ્વરે આપણને પ્રેમ કરયો અને આપડા પાપોને છેટા કરવા હાટુ એણે પોતાના એકનાં એક દીકરાને બલિદાન થાવા હાટુ જગતમાં મોકલ્યો.
તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.
કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.
હું જીવતી રોટલી છું જે સ્વર્ગમાંથી ઉતરી છે, જો કોય માણસ આ રોટલી ખાય તો ઈ અનંતજીવન મેળવે છે. આ રોટલી મારો દેહ છે. હું મારો દેહ આપય જેથી જગતના લોકો જીવન મેળવી હકે.”
ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.
એણે પોતે પોતાના દેહમાં આપડા પાપોની હાટુ સજા ભોગવી, જઈ ઈ વધસ્થંભ ઉપર મરી ગયો, જેથી આપડે પાપ કરવાનું છોડીને હાસી રીતે જીવવાનું શરુ કરી. કેમ કે, તેઓએ એને મરણતોલ કરી દીધો પરમેશ્વરે તમને હાજા કરયા છે.
હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.
જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.