Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 3:8 - કોલી નવો કરાર

8 જે કોય પાપ કરવાનું ચાલુ રાખે છે, ઈ શેતાન તરફથી છે કેમ કે, શેતાન પેલાથી જ પાપ કરતો આવ્યો છે. પરમેશ્વરનો દીકરો ઈ હાટુ આવ્યો કે, શેતાનના કામોનો નાશ કરે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 3:8
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જો હું પરમેશ્વરનાં સામર્થ્યથી મેલી આત્માઓને બારે કાઢુ છું, તો પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.


ખેતર જગતના લોકો છે, હારા બી પરમેશ્વરનાં રાજ્યના લોકો છે, પણ લુણીના બી શેતાનના લોકો છે.


તઈ શેતાને એની પાહે આવીને કીધુ કે, “જો તુ પરમેશ્વરનો દીકરો હોય તો, હુકમ કર કે, આ પાણો રોટલી થય જાય.”


“એણે રાડો પાડીને કીધુ કે, અરે નાઝરેથ નગરવાસી ઈસુ, તુ અમને હેરાન કરતો નય, તુ અમારો નાશ કરતો નય, અને ઈ હું જાણું છું કે, તુ કોણ છે? તુ એક ખાલી પવિત્ર છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે.”


ઈસુએ તેઓને કીધું કે, “મે જોયું કે, જઈ મેલી આત્માએ અમારી વાત માની, તઈ મે શેતાનને વીજળી પડવાની જેમ આભમાંથી નીસે પડતો જોયો.


હવે આ જગતના લોકોનો ન્યાય કરવાનો વખત આવી ગયો છે, અને હવે આ જગતના અધિકારને બારે કાઢી નાખવામાં આયશે.


ન્યાયના વિષે ઈ બતાયશે કેમ કે, આ જગતના અધિકારીનો ન્યાય કરવામા આવ્યો છે.


તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.


શાંતિનો પરમેશ્વર જલ્દીથી શેતાનની તાકાતને નાશ કરીને એને તમારી આધીન કરી દેહે. આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર થાતી રેય.


ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.


અને એણે અધિપતિઓને અને અધિકારીઓની તાકાત તોડી નાખી, એણે બધાયને દેખાડયું કે, એણે વધસ્થંભ ઉપર મસીહને મરવાના કારણે ઈ બધાયને હરાવ્યા છે.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


કેમ કે, માણસ પરમેશ્વરનો દીકરો છે, જે માસ અને લોહીથી બનેલો છે, ઈ હોતન ઈ જ રીતે તેઓના ભાગીદાર થાય, જેથી ઈ પોતે મરીને મોત ઉપર રાજ કરનારનો, એટલે શેતાનનો નાશ કરે.


જો આવું થાય તો મસીહએ જગત બનવાની શરૂવાતથીજ ઘણી બધીય વાર દુખ સહન કરવાની જરૂરિયાત ઉભી થાય; પણ હવે છેલ્લા વખતમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા હાટુ તેઓ એક જ વખત પરગટ થયા.


પરમેશ્વરે પાપ કરનારા દુતોનો નાશ કરી નાખ્યો, જઈ તેઓએ પાપ કરયુ, તેઓને નીસે નરકમાં મોકલી દીધા, જ્યાં તેઓને અંધારામાં હાકળોથી બાંધીને રાખી દીધા જો કે, તેઓ ન્યાયના દિવસની રાહ જોવે છે. જઈ એને ઈ દંડ મળે. જેની લાયક ઈ છે.


ઈ માણસ જે જીવન આપે છે ઈ પૃથ્વી ઉપર આવ્યો છે, આપડે એને જોયો છે, અને એની વિષે સંદેશો આપી છયી, અને તમને ઈ અનંતકાળના જીવન વિષે બતાવે છે, જે પરમેશ્વર બાપની હારે હતો, અને આપડી ઉપર પરગટ થયુ.


એનાથી જ પરમેશ્વરનાં સંતાનો અને શેતાનના સંતાનો ઓળકહી હકાય છે, જે લોકો ન્યાયી કામો કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, અને તેઓ જે પોતાના વાલા વિશ્વાસી ભાઈ અને બહેનની ઉપર પ્રેમ રાખે છે ઈ પરમેશ્વર તરફથી છે.


અને તમે જાણો છો કે, ઈસુ મસીહ ઈ હાટુ આવ્યો કે, આપડા પાપોની સજા લય જાહે, અને એમા કોય પાપ નથી.


આપડે જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી, અને આખુ જગત શેતાનના કબજામાં છે.


યાદ કરો કે, પરભુએ ઈ દુતોને કેવી રીતે સજા આપી, જેઓએ પોતાની જવાબદારીઓને નિભાવી નય અને પોતાના મળેલા સ્થાનોને છોડી દીધા. પરભુએ ઈ દુતોને અનંતકાળની અંધારી જગ્યામાં રાખ્યા છે અને એવી બેડીયુથી બાંધ્યા છે, જેને કોય તોડી હકતા નથી, જેથી મહાન દિવસે એનો ન્યાય થય હકે.


પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ