24 અને જે પરમેશ્વરની આજ્ઞાઓને પાળે છે, ઈ પરમેશ્વરની હારે અને પરમેશ્વર એની હારે સંગતીમાં રેય છે, અને એનાથી જ કા ઈ પવિત્ર આત્મા જે આપણને આપ્યો છે, ઈ હાટુ જાણી છયી કે, ઈ આપડી હારે સંગતીમાં રેય છે.
પણ જો હું ઈ કામ કરું છું, તો ભલે મારી ઉપર વિશ્વાસ નો કરો, પણ ઈ કામ ઉપર વિશ્વાસ કરો, અને તમે જાણો અને હંમજો કે, બાપ મારામાં રેય છે, અને હું બાપમાં રવ છું”
કા ઈ આત્મા છે, જે પરમેશ્વરનાં વિષે હાસ પરગટ કરે છે, જેણે જગત પામી નથી હકાતું, કેમ કે ઈ નતો એને જોય છે અને નતો એને જાણતા, પણ તમે એને જાણો છો, કેમ કે ઈ તમારી હારે રેય છે અને તમારામા સદાય રેહે.
પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”
જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો તઈ હાસો સંદેશો તમે હાંભળ્યું, ઈ જ તમારામા બનેલો રેય, જો ઈ તમારામા બનીને રેય, તો તમે પણ દીકરામાં, અને પરમેશ્વર બાપમાં બનેલા રેહો.