પણ જો કોય માણસ આ રીતે નથી જીવતો, તો ઈ એક એવા માણસની જેવો છે, જે હારી રીતે જોય હક્તો નથી, કે જે આંધળો છે, ઈ ભુલી ગયો છે કે, પરમેશ્વરે એને ઈ પાપથી માફ કરી દીધો છે, જે એણે મસીહમા વિશ્વાસ કરવા પેલા કરયા હતા.
પણ જે કોય વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી વેર રાખે છે, ઈ અંધારામાં જીવી રયો છે અને હાલી રયો છે, અને ઈ નથી જાણતો કે, ક્યા જાય છે કેમ કે, અંધારાએ એને આંધળો કરી દીધો છે.
એનાથી જ પરમેશ્વરનાં સંતાનો અને શેતાનના સંતાનો ઓળકહી હકાય છે, જે લોકો ન્યાયી કામો કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, અને તેઓ જે પોતાના વાલા વિશ્વાસી ભાઈ અને બહેનની ઉપર પ્રેમ રાખે છે ઈ પરમેશ્વર તરફથી છે.
જો કોય કેય કે, “હું પરમેશ્વરથી પ્રેમ કરું છું,” પણ ઈ પોતાના વિશ્વાસી ભાઈથી વેર રાખે તો ઈ ખોટો છે કેમ કે, જે પોતાના વિશ્વાસી ભાઈથી નફરત કરે છે, જેણે એને જોયો છે, ઈ પરમેશ્વરથી પ્રેમ કરી જ નથી હકતો, જેને એને જોયો નથી.