8 તો પણ જે આજ્ઞા હું તમને લખું છું ઈ નવી આજ્ઞા છે કેમ કે, ઈસુ આ આજ્ઞા પરમાણે હાસાયથી જીવ્યા, અને તમે પણ જીવો છો કેમ કે, અંધારું મટતું જાય છે અને હાસાયનું અજવાળુ સમકવા લાગ્યું છે.
ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે.
કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.
પણ હવે આપડા તારનાર ઈસુ મસીહ આવી ગયા છે, અને એણે આપડી ઉપર પોતાની કૃપા કરી છે, અને એણે મરણની તાકાતને હરાવી દીધી છે, અને હારા હમાસાર દ્વારા અનંતજીવનનો મારગ બતાવ્યો છે.
મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે.