7 હે વાલા મિત્રો, હું તમને કોય નવી આજ્ઞા નથી લખતો, પણ ઈ જ જુની આજ્ઞા; જે શરુઆતથી તમને મળી છે. આ જુની આજ્ઞા ઈ વચન છે, જે તમે ગોતી છે જઈ તમે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો.
જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો તઈ હાસો સંદેશો તમે હાંભળ્યું, ઈ જ તમારામા બનેલો રેય, જો ઈ તમારામા બનીને રેય, તો તમે પણ દીકરામાં, અને પરમેશ્વર બાપમાં બનેલા રેહો.
હે વાલા મિત્રો, હવે આપડે પરમેશ્વરનાં સંતાનો છયી, અને ભવિષ્યમાં આપડે કેવા થાહુ ઈ હજી પરગટ થયુ નથી, પણ આપડે જાણી છયી છે કે જઈ ઈસુ મસીહ ફરીથી આયશે તઈ આપડે પણ મસીહની જેવા થાહુ કેમ કે, આપડે એને એમ જ જોહુ, જેવા ઈ છે.
હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.