Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 2:28 - કોલી નવો કરાર

28 હવે બાળકો, મસીહની હારે સંગતીમાં સદાય હાટુ બનેલા રયો, જેથી જઈ ઈ પાછા જગતમાં આવે તો આપણને હિંમત હોય અને આપડે એને આવવાથી એની હામે શરમાવાનું નો થાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 2:28
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે.


પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”


જો તમારામાંથી કોય પણ મને પોતાના પરભુની જેમ અપનાવવા અને મારા શિક્ષણનું પાલન કરવાનું સ્વીકારતા નથી કેમ કે, તમે બીવો છો કે, આ યુગના અવિશ્વાસુ અને પાપી લોકો તમારું નુકશાન કરશે, પછી હું, માણસનો દીકરો, જઈ પવિત્ર સ્વર્ગદુતોની હારે પૃથ્વી ઉપર પાછો આવય, તઈ તમારો અસ્વીકાર કરી દેય કે, તમે મારા ચેલાઓ છો. તઈ દરેક મારી મહિમાને જોહે, જે મારા બાપની જેમ છે.”


એવી જ રીતે જઈ હું માણસના દીકરાનું આવવાનું થાહે, તઈ લોકો તૈયારી વગરના હશે.


જેમ શાસ્ત્રમા લખેલુ છે, જોવ હું સિયોનમાં એક એવો પાણો મુકુ છું જે લોકોને ઠેય ખવડાવીને પડવાનું કારણ બને છે, અને એવી ભેખડ જે લોકોને પાડશે અને જે એની ઉપર વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય.


અને આ હાટુથી, પરમેશ્વરની આત્માએ તમને તેઓ બધાય વિષે લાયકાત આપે છે જેની તમારે જરૂર છે, જઈ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહને પાછા આવવાની વાટ જોવો છો.


પણ દરેક પોતપોતાના લાયક પરમાણે; મસીહ પેલું ફળ, જે મોતમાંથી જીવતું કરવામાં આવ્યું છે, પછી જઈ ઈ આયશે તઈ જેઓ મસીહના છે તેઓને જીવતા કરવામાં આયશે.


મસીહની હારે આપડા ભેગા થાવાના કારણે અને એની ઉપર આપડા વિશ્વાસના કારણથી, હવે અમે પરમેશ્વરની હાજરી હોવાથી આપડી આઝાદી છે.


મસીહ જે તમને નવું જીવન આપે છે, ઈ જઈ ધરતી ઉપર પાછો આયશે, તઈ તમે પણ એની હારે જોવા મળશો, અને તમે એની મહિમામાં ભાગીદાર થાહો.


આપડી આશા કે આનંદ કે મોટાયનો મુગટ કોણ છે? ઈ તમે જ હશો જઈ આપડા પરભુ ઈસુ મસીહ પાછા આયશે.


અને પરભુ ઈસુ મસીહ તમારા મનોને એવી રીતે મજબુત કરે કે, જઈ ઈ આપડા બધાય પવિત્ર લોકોની હારે પાછા આયશે, તો તેઓ પોતાના પરમેશ્વર બાપની હામે પવિત્રતામાં નિરદોષ ઠરશે.


હવે શાંતિનો પરમેશ્વર પોતે તમને પુરી રીતે પવિત્ર કરે આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવતાં હુંધી તમારો આત્મા અને પ્રાણ અને દેહ પુરેપુરી રીતેથી નિરદોષ રાખવામાં આવે.


કે, તુ અમારા પરભુ ઈસુ મસીહને પાછા આવવા હુધી કોય પણ ભૂલ કરયા વગર અને આરોપ કે વાક કાઢયા વગર આ આજ્ઞાનું પાલન કર.


હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.


આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે.


એમ જ મસીહે ઘણાયના પાપો માથે લેવા હાટુ એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ એની વાટ જોય છે તેઓના સબંધમાં તારણના અરથે ઈ બીજી વખત પાપ વગર પરગટ થાહે.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


જઈ ઈસુ મસીહ જે આપડો મુખ્ય સરાવનાર છે, ઈ પાછો આયશે, તઈ તમને ઈ એક સુંદર મુગટ આપશે, જે કોય દિ પોતાની સમક ગુમાવશે નય.


મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.


હે વાલા મિત્રો, હવે આપડે પરમેશ્વરનાં સંતાનો છયી, અને ભવિષ્યમાં આપડે કેવા થાહુ ઈ હજી પરગટ થયુ નથી, પણ આપડે જાણી છયી છે કે જઈ ઈસુ મસીહ ફરીથી આયશે તઈ આપડે પણ મસીહની જેવા થાહુ કેમ કે, આપડે એને એમ જ જોહુ, જેવા ઈ છે.


હે વાલા મિત્રો, જો આપડુ મન આપણને દોષિતનો ઠરાવે, તો આપણને પરમેશ્વરની પ્રત્યે આપણને હિંમત થાય છે.


એનાથી જ પ્રેમ અમારામાં પુરો થયો કે, ન્યાયના વખતે અમને હિંમત મળે કે, ઈ અમને સજા નય આપે, કેમ કે, આ જગતમાં પરમેશ્વરની હારે સંગતીમાં રેયી છયી જેમ કે, ઈસુ પરમેશ્વરની હારે સંગતીમાં રેય છે.


અને આપડે પરમેશ્વર હામે જે સાહસ થાય છે, ઈ આ છે કે, જો આપડે એની ઈચ્છા પરમાણે કાક માગી છયી, તો ઈ આપડુ હાંભળે છે.


જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ