કોય પણ તમને પોતાની જાત અપમાનિત કરવાથી અને સ્વર્ગદુતોનું ભજન કરવા દ્વારા તમને ઈનામથી છેતરી નો લેય, એવો માણસ દર્શનની વાતોમાં લાગેલો રેય છે. અને એની જગતની હમજણ એને કોય પણ કારણ વગરનું અભિમાની બનાવી દેય છે.
સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.
પવિત્ર આત્મા સોખી રીતે આ વાત કેય છે કે, છેલ્લા વખતમાં થોડાક લોકો મસીહના શિક્ષણો ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેહે, અને ઈ ખોટા શિક્ષણો ઉપર વિશ્વાસ કરશે જે ભૂતોની તરફથી છે.
હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે.