Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 2:25 - કોલી નવો કરાર

25 જે વાયદો મસીહે આપડી હારે કરયો છે, ઈ અનંતકાળનું જીવન છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 2:25
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

એણે જે ત્યાગ કરયો છે એના કરતાં વધારે આ યુગમાં મળશે, અને આવનાર યુગમાં અનંતકાળનું જીવન પણ મેળવશે.”


અને હું તેઓને અનંતકાળનું જીવન આપું છું તેઓ ક્યારેય મરશે નય, અને તેઓને કોય પણ મારી પાહેથી આસકી નય હકે.


અને હું જાણું છું કે, એની આજ્ઞાનું પાલન અનંતકાળનું જીવન છે, ઈ હાટુ હું જે કવ છું, ઈ જેવું બાપે મને કીધું છે એવુ જ બોલું છું.”


જેથી જે કોય એના ઉપર વિશ્વાસ કરે છે, ઈ અનંતકાળનું જીવન પામે.


તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે.


જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.


કેમ કે, મારા બાપની ઈચ્છા ઈ છે કે, જે કોય દીકરાને જોયને એની ઉપર વિશ્વાસ કરશે એને અનંતકાળનું જીવન મળશે, એને છેલ્લા દિવસે હું એને પાછો જીવતો ઉઠાડય.”


હું તમને હાસે હાસુ કવ છું કે, “જે વિશ્વાસ કરે છે, એને અનંતકાળનું જીવન છે.


જે કોય મારૂ માંસ ખાય અને લોહી પીવે છે, એને અનંતકાળનું જીવન છે, છેલ્લે દિવસે હું તેઓને પાછા જીવતા કરય.


સિમોન પિતરે ઈસુને જવાબ દીધો કે, “પરભુ અમે કોની પાહે જાયી? અનંતકાળના જીવનની વાતો તો તારી પાહે છે.


જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે.


કેમ કે, જેવુ બધાય લોકોએ પાપ કરયુ અને ઈ બધાય મરી ગયા. એમ જ આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરની કૃપા એને ન્યાયી જાહેર કરશે અને તેઓને અનંતકાળનું જીવન દેહે.


કેમ કે, પાપનુ પરિણામ મરણ છે, પણ આપડા પરભુ ઈસુ મસીહથી પરમેશ્વરની કૃપા અનંતકાળનું જીવન છે.


કેમ કે જે પોતાના દેહની હાટુ વાવે છે, ઈ દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અરથે વાવે ઈ આત્માથી અનંતકાળનું જીવન લણશે.


પણ પરમેશ્વરે મારી ઉપર પોતાની દયા દેખાડી. તેઓએ એવુ આ કારણથી કરયુ જેથી મારી દ્વારા, એક એવો માણસ જેણે કોય બીજા કરતા વધારે ખોટા કામો કરયા છે, મસીહ ઈસુ આ દેખાડી હકે કે, ઈ મારી હાટુ ધીરજ રાખે છે, જો હું ગમે ઈ કરૂ. એણે એવુ ઈ હાટુ કરયુ કે, પછી બીજા લોકો એની ઉપર વિશ્વાસ કરે, અને અનંતકાળનું જીવન મેળવી હકે.


એક હારા સિપાયની જેમ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા અને એની સેવા કરવા હાટુ કોશિશ કર. અને અનંતકાળનું જીવન મેળવ, જેની હાટુ તને બોલાવવામાં આવ્યો છે, અને બધાય લોકોની હામે તે પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાનું હોતન કબુલ કરયુ હતું.


આ રીતેથી પોતાની હાટુ સ્વર્ગમા પુંજી ભેગી કરજે, જે ભવિષ્યના જીવન હાટુ એક મજબુત પાયાની જેમ છે, જેથી તેઓ ખરેખર જીવનને મેળવી હકે.


તઈ તેઓ પરમેશ્વરની હારે સદાય હાટુ રેવાની આશા રાખે છે, કેમ કે, પરમેશ્વર કોયદી ખોટુ બોલતા નથી, એણે જગતને બનાવા પેલાથી જ અનંતકાળના જીવનનો વાયદો કરયો હતો કે, એના લોકો સદાય હાટુ જીવતા રેહે.


પરમેશ્વરે એવુ ઈ હાટુ કરયુ જેથી પોતાની કૃપાથી ઈ આપણને એની નજરમાં ન્યાયી ઠરાવી હકે; જેથી આપડે એના સંતાનો બની હકી એટલે કે, પાકુ એની હારે સદાય હાટુ અનંતકાળનું જીવન જીવવાની આશા રાખી હકી.


ઈ માણસ જે જીવન આપે છે ઈ પૃથ્વી ઉપર આવ્યો છે, આપડે એને જોયો છે, અને એની વિષે સંદેશો આપી છયી, અને તમને ઈ અનંતકાળના જીવન વિષે બતાવે છે, જે પરમેશ્વર બાપની હારે હતો, અને આપડી ઉપર પરગટ થયુ.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


પોતાને પરમેશ્વરનાં પ્રેમમાં રાખો અને આપડો પરભુ ઈસુ મસીહની દયાની વાટ જોવો, જે તમને અનંતકાળનું જીવન આપશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ