Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 2:22 - કોલી નવો કરાર

22 ખોટુ કોણ છે? ઈ, જે ઈસુનું મસીહ હોવાનો નકાર કરે છે. અને મસીહનો વિરોધી ઈ જ છે, જે પરમેશ્વર બાપ અને દીકરાનો નકાર કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 2:22
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.


કેમ કે, ઘણાય બધાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું,” અને તેઓ ઘણાયને દગો આપશે.


તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.


જેથી જો આપડે કેયી કે પરમેશ્વર હારે અમે ભાગીદારી છયી, પણ ઈ કરી જે ભુંડુ છે, તો અમે ખોટુ બોલી છયી અને હાસાયની પરમાણે નથી જીવતા.


હે વાલા બાળકો, આ છેલ્લો વખત છે, અને જેમ તમે હાંભળ્યું છે કે, મસીહના વિરોધી આવવાના છે, એની પરમાણે હજી પણ બોવ મસીહના વિરોધી આવી ગયા છે, એનાથી આપડે જાણી છયી કે, આ છેલ્લા દિવસો છે.


જો કોય દીકરાનો નકાર કરે છે, એનુ સંગઠન પરમેશ્વર બાપની હારે નથી, જે દીકરાને માની લેય છે, એનુ સંગઠન પરમેશ્વર બાપની હારે છે.


જે કોય આ કેય છે કે, “હું એને ઓળખું છું,” પણ એની આજ્ઞાઓને પાળતો નથી, તો ઈ ખોટો છે, અને પરમેશ્વરની હાસાય પરમાણે નથી જીવતો.


જો કોય કેય કે, “હું પરમેશ્વરથી પ્રેમ કરું છું,” પણ ઈ પોતાના વિશ્વાસી ભાઈથી વેર રાખે તો ઈ ખોટો છે કેમ કે, જે પોતાના વિશ્વાસી ભાઈથી નફરત કરે છે, જેણે એને જોયો છે, ઈ પરમેશ્વરથી પ્રેમ કરી જ નથી હકતો, જેને એને જોયો નથી.


અને જે કોય ઈસુને નથી માનતો, ઈ પરમેશ્વર તરફથી નથી. જેની સરસા તમે હાંભળી સુકયા છો કે, આ મસીહના વિરોધની આત્મા છે, ઈ આવવાનો છે અને અત્યારે પણ જગતમાં છે.


ઈસુ ઈ જ મસીહ છે જે કોય આ વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરનાં સંતાન છે, અને જે કોય બાપ ઉપર પ્રેમ રાખે છે, ઈ એના સંતાનોથી પણ પ્રેમ કરે છે.


હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે.


કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.


સાવધાન રેજે, જે શેતાનની સભાના છે, જે કેય છે કે, અમે યહુદી લોકો છયી, પણ તેઓ યહુદી નથી, ઈ ખોટુ બોલે છે હું તેઓની પાહે એવુ કરાવય, કે ઈ આવીને તારા પગ આગળ નમશે, અને મે તારા ઉપર પ્રેમ રાખ્યો છે એવુ ઈ જાણશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ