આની ઉપરથી પિલાતે એને કીધું કે, તો તુ રાજા છો? ઈસુએ જવાબ દીધો કે, “તમે જ કયો છો કે, હું રાજા છું હું ઈ હાટુ જનમો અને ઈ હાટુ જગતમાં આવ્યો છું કે, હાસની વિષે સાક્ષી દવ. જે બધુય હાસનું છે, ઈ મારી વાણી હાંભળે છે.”
તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.
જો તમે બધાય આ વાતોને એક વખત જાણી ગયા છો, તો પણ હું તમને આ વાતોને યાદ કરાવવા માગું છું કે, પરભુએ ઈઝરાયલનાં લોકોને ગુલામ બનવાથી બસાવ્યા, અને મિસર દેશમાંથી બારે લાવ્યો. પણ પછી એણે ઈ બધાયને મારી નાખ્યા, જેઓએ રણપરદેશમા એની ઉપર ભરોસો કરયો નય.