Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 2:19 - કોલી નવો કરાર

19 તેઓ મસીહ વિરોધી આપડી મંડળીના હતાં તેઓ આપણામાના નોતા પણ છોડીને વયા ગયા, કેમ કે, તેઓ આપણામાના નોતા. જે તેઓ આપડી સંગતમાંના હોત તો, આપડી હારે રેત. પણ તેઓ વયા ગયા જેનાથી ખબર પડે કે, તેઓમાંથી કોય પણ આપડા હતાં જ નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 2:19
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.


કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.


પાણાવાળી જમીનમાં વવાયેલું બી ઈજ છે કે, જેઓ વચન હાંભળીને તરત જ હરખથી માની લેય છે. પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ ભરોસો કરે છે, અને જઈ પરીક્ષણ આવે છે ઈ વખતે વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે.


દરેક ડાળી જે મારામાં જોડેલી છે, પણ ફળ નથી આપતી, એને ઈ કાપી નાખે છે, અને જે ડાળી ઉપર ફળ આવે છે અને ઈ કાપકૂપ કરે છે, જેથી ઈ હજી વધારે ફળ આપે.


પણ જે કોય મારું દીધેલું પાણી પીહે, પછી ક્યારેય એને તરય લાગશે નય, અને ઈ એનામા પાણીનુ ઝરણુ બની જાય છે, જે અનંતકાળનું જીવન હુધી વહેતું રેહે.”


આપડામાં હાંભળવામાં આવ્યું છે કે, આપડામાંથી થોડાક લોકો તમારી પાહે આવ્યાં છે તમને પોતાની વાતોથી બીવડાવી દીધા, અને તમારા મનોને ધુસવણમાં નાખી દીધા છે પણ આપડે તેઓને આજ્ઞા નોતી આપી.


આયા લગી કે વિશ્વાસી લોકોને પોતાના ટોળામાંથી લોકો આયશે, જે ચોલાઓને પોતાની વાહે ખેસવા હાટુ ખોટુ શિક્ષણ દેહે.


મારું કેવું એમ નથી કે પરમેશ્વરનું વચન નિષ્ફળ ગયુ છે. કેમ કે, બધીય ઈઝરાયલ દેશની પેઢી પરમેશ્વરનાં ગમાડેલા લોકો નથી.


શું તમને લાગે છે કે, પક્ષ પડવાથી બીજાને ખબર પડી જાહે કે, તમારામાંથી કોયની પાહે પરમેશ્વરની મંજુરી છે? નય. હરાહર નય!


આ કારણથી હું પરમેશ્વરનાં ગમાડેલા લોકોની હાટુ આ બધાય દુખો સહન કરું છું કે, તેઓ પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે અને બસાવ થાય, અને અનંતકાળની મહિમા પ્રાપ્ત કરે.


તો પણ પરમેશ્વરનાં લોકો એક મજબુત બનાવેલા ઘરના પાયાની જેમ છે, એની ઉપર આ વચનની મહોર લગાડેલી છે કે, “પરભુ જાણે છે કે એના લોકો કોણ છે” અને ઈ પણ લખેલુ છે કે, “જો કોય પણ પરભુનુ ભજન કરે છે ઈ ભુંડુ કરવાનું છોડી દેય.”


પણ તેઓ વધારે વખત હુધી નય ટકી હકે કેમ કે, જે રીતેથી લોકોએ જાન્‍નેસ અને જામ્બ્રેસની મુરખાયને ઓળખી લીધી હતી, એમ જ તેઓની પણ મુરખાયને ઓળખી લેહે.


પણ આપડે ઈ વિશ્વાસ કરવાનું છોડી દેનારા અને નાશ થનારાઓમાંથી નથી, પણ આપડે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરનારા અને જીવના તારણ મેળવનારાઓમાંથી છયી.


હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે.


હું યહુદા, તમને આ પત્ર લખી રયો છું, હું ઈસુ મસીહનો એક ચાકર છું, અને યાકુબનો ભાઈ છું, હું તમને લોકોને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાની ઉપર વિશ્વાસ કરવા હાટુ બોલાવ્યા છે, આપડા પરમેશ્વર બાપ તમને પ્રેમ કરે છે, અને તમને ઈસુ મસીહ દ્વારા હંભાળી રાખ્યા છે.


આ ઈ જ લોકો છે જે વિશ્વાસુઓને એક-બીજાથી અણબનાવ કરાવે છે ઈ એવા બધાય ખરાબ કામ કરે છે જે ઈ કરવા ઈચ્છે છે પરમેશ્વરની આત્મા એની અંદર રેતી નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ